પેગાસસ : અરજીકર્તાને પ્રશ્ન કર્યો કે આ બાબતે આઈટી એક્ટ હેઠળ ફરિયાદ કેમ નોંધાવી નથી? – સુપ્રીમ કોર્ટ

પેગાસસ જાસૂસી કેસના મુદ્દાઓને લઈને રસ્તાથી લઈને સંસદ સુધી વિપક્ષ સરકાર પર હુમલો કરી રહ્યું છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબતે સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ (CJI)એ સુનાવણી દરમિયાન અરજીકર્તાને પ્રશ્ન કર્યો કે આ બાબતે આઈટી એક્ટ હેઠળ ફરિયાદ કેમ નોંધાવી નથી? સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો કે, જો તમને લાગે છે કે, તમારો ફોન હેક થયો છે તો પછી FIR કેમ નોંધાવી નહીં? ચીફ જસ્ટિસે બધી જ અરજીકર્તાઓને કહ્યું છે કે, તેઓ પોતાની અરજીની કોપી સરકારને પણ મોકલો. હવે આ બાબતે આગામી સપ્તાહે સુનાવણી થશે. કોર્ટ તરફથી આ દરમિયાન એમએલ શર્માને ફટકાર પણ લગાવવામાં આવી, જેમને વડાપ્રધાન, ગૃહ મંત્રી અને અન્ય વ્યક્તિગત લોકો વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. અદાલતે કહ્યું કે, તે કોઈ વ્યક્તિગત ફાયદો ઉઠાવવાની કોશિશ ના કરે.

અરજી દાખલ કરનારા વકીલ એમએલ શર્માને સુનાવણીની શરૂઆતમાં જ તંજનો સામનો કરવો પડ્યો. ચીફ જસ્ટિસે અદાલતમાં કહ્યું કે, તેઓ પહેલા કપિલ સિબ્બલને સાંભળશે, કેમ કે એમએલ શર્માની અરજી માત્ર સમાચાર પત્રોની કટિંગના આધાર પર છે. ચીફ જસ્ટિસે પૂછ્યું કે, તમે અરજી જ દાખલ કેમ કરી?

Kapil sible

ફોજદારી ફરિયાદ કેમ દાખલ ના કરી? : CJI

વરિષ્ઠ પત્રકાર એન. રામ તરફથી રજૂ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે, પેગાસસ જેવા સોફ્ટરેવર એક વ્યક્તિની પ્રાઈવસી પર હુમલો છે અને બંધારણીય નિયમો વિરૂદ્ધ છે. માત્ર એક ફોનની મદદથી કોઈપણ અપણા જીવનાં ઘુસણખોરી કરી શકે છે, બધુ જ જોઈ-સાંભળી શકે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, ન્યૂઝ રિપોર્ટમાં જે બતાવવામાં આવ્યું છે જો તે સત્ય છે તો તે આરોપ ખુબ જ ગંભીર છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે, આ કેસ બે વર્ષ પહેલા આવ્યો હતો, આંતરાષ્ટ્રીય મુદ્દો છે. એવામાં અરજીમાં નક્કર રીતે તથ્યોને સામેલ કરવામાં આવવા જોઈતા હતા. ચીફ જસ્ટિસે પ્રશ્ન કર્યો કે, અત્યાર સુધી કોઈએ પણ આ કેસમાં ફોજદારી ગુનો (કેસ) કેમ નોંધાવ્યો નથી, તે આઈટી એક્ટ હેઠળ કરી શકાય તેમ હતું. કપિલ સિબ્બલ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, કૈલિફોર્નિયાની કોર્ટમાં વોટ્સએપે કેસ નોંધાવ્યો છે. અમે તેનો નિર્ણય પણ અરજીમાં આપ્યો છે, તે સોફ્ટવેર માત્ર સરકારોને આપવામાં આવે છે કોઈ પ્રાઈવેટ કંપનીને નહીં.

Leave a Reply

%d bloggers like this: