ખેડૂત આંદોલનને‌ ૨૬મીએ છ મહિના : કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓને રદ કરી ખેડૂતોની માગણી સ્વિકારે : ૧૨ પક્ષોની માગણી.

નવી દિલ્હી : ઘણાં લાંબા સમયથી કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોએ જે આંદોલન શરૂ કર્યું હતું તેને આગામી 26મી તારીખે હવે છ મહિના જેટલો સમય પૂરો થશે. આટલો લાંબો સયમ થયો હોવા છતાં હજૂ કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ 26મી મેએ દેશવ્યાપી આંદોલનની હાકલ કરી છે અને કાળા વાવટા સાથે 26મી મેને બ્લેક ડે મનાવવાની જાહેરાત કરી છે. હવે ખેડૂતોની આ હાકલને 12 વિપક્ષોએ સમર્થન આપ્યું છે. જે પક્ષોએ સમર્થન આપ્યું છે તેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો, એસપી, એનસીપી, ડીએમકે, ટીએમસી વગેરેનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો – નવાબંદરમાં જૂથ અથડામણ એએસપી સહિત 4 પોલીસ કર્મચારી અને 10 લોકો ઘાયલ

સંયુક્ત કિસાન મોરચાએ 26મીએ દેશવ્યાપી આંદોલન, ધરણાની જાહેરાત કરી છે તેને સમર્થન આપવા માટે 12 પક્ષોએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગોડા, એનસીપી પ્રમુખ શરદ પવાર, મુખ્યમંત્રીઓ જેમ કે મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે, એમ કે સ્ટાલિન અને હેમંત સોરેને એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કેન્દ્રને અપીલ કરી છે કે તે તાત્કાલીક ધોરણે કૃષિ કાયદાઓને રદ કરે અને ખેડૂતોની માગણી છે તેનો સ્વિકાર કરે. અન્ય જે નેતાઓએ આ સંયુક્ત સમર્થન અને માગણી પત્રમાં સહી કરી છે તેમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડી રાજા (સીપીઆઇ), સીપીઆઇ-એમના સિતારામ યેચુરીનો સમાવેશ થાય છે. આ સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 26મી મેએ ખેડૂતોના આ આંદોલનને છ મહિના પુરા થશે અને અમે તેને પુરૂ સમર્થન આપીએ છીએ. આટલું થયું હોવા છતાં હજું કેન્દ્ર સરકારના પેટનું પાણી નથી હાલતુ. જ્યારે કે આદત પડી ગઈ હોય.

Leave a Reply

%d bloggers like this: