નડિયાદ : નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે મહુધા તાલુકાના સરદારપુરાના 48 વર્ષિય વિજય ભોજાણી કોરોના સંક્રમિત થયા હતા. વિજય ભોજાણી કોરોના સંક્રમિત થતા છેલ્લા અઠવાડીયાથી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા. બિમારીથી કંટાળી કરી આત્મહત્યા વિજય ભોજાણી અઠવાડિયાથી દાખલ હોવાથી બીમારીથી માનસિક રીતે કંટાળી ગયા હતા તેમજ મારા માટે પરિવારને સહન કરવું પડશે તેમ વિચારી હોસ્પિટલમાંથી મોતની છલાંગ લગાવી હતી. તેમના પરિવારમાં પત્નિ અને બે સંતાન છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આધેડ વયના કોરોનાગ્રસ્ત દર્દીએ બીજા માળની બારીએથી કુદી આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. જો કે, અંદાજે બે મહિનાની અંદર બે કોરોના દર્દીઓએ આપઘાત કરવાના બન્યા છે.
આ પણ વાંચો : ગુજરાત સાહિત્ય અકાદમી : સરકારી નાણાંથી ચાલતા ‘શબ્દસૃષ્ટિ’માં ઝેર કોણે ઓક્યું?
મહુધાના અલીણા તાબેના સરદારપુરા ગામે રહેતા 52 વર્ષીય વિજયસિંહ છગનભાઈ ભોજાણીએ ગતરાત્રે નડિયાદ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડની બારીએથી કુદી આપઘાત કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. વિજયસિંહ છેલ્લા 10 દિવસથી નડિયાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. અહીંયા બીજા માળે આવેલ આઇસોલેશન વોર્ડમાં વિજયસિંહની સારવાર ચાલી રહી હતી. તબીબો યોગ્ય નિદાન કરી જરૂરી ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા. છેલ્લા સવા મહિનામાં કોરોના સંક્રમિત દર્દીના આપઘાતનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. અગાઉ ગત 20 એપ્રિલે નડિયાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 51 વર્ષિય આધેડે શૌચાલય જવાના બહાના હેઠળ શૌચાલયમાં પ્રવેશી ત્યાંની વેન્ટિલેશનની જાળી તોડી બીજા માળેથી કુદી આપઘાત કર્યો હતો. આ સિવાય નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરમાં દાખલ મહિલા દર્દીએ ગત 23મી એપ્રિલે આપઘાત કરવાની કોશિશ કરી હતી. આ મહિલા પોતાના પતિના આઘાતમાં સરી પડતાં તેણીએ આ નિર્ણય લીધો હતો. જોકે આ મહિલા બચી ગઈ હતી.