ગાંધીનગર : અંગત ડાયરી પરીવાર પારુલ અમિત પંખુડી દ્રારા લેખીત ચાલને, જિંદગી! અને પધ્યોત્સવ પુસ્તકનું વિમોચન

અંગત ડાયરી પરિવાર દ્વારા તારીખ 25 ડીસેમ્બરના રોજ ગાંધીનગર મુકામે પારુલ અમિત પંખુડી દ્વારા લખાયેલ ચાલને, જિંદગી મોટીવેશનલ વિચારોનું પુસ્તક અને પધ્યોના તમામ પ્રકારને આવરી લેતું 35 કવિ કવયિત્રી દ્વારા લખાયેલ પધ્યોત્સવ પુસ્તકનું વિમોચન અને કવિ સંમેલન ખુબજ શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ કવિ શ્રી અનંત રાઠોડ , કવિ શ્રી પરમ પાલનપુરી ઉપસ્થિત રહ્યાં હતાં.

Pankhudi

સમારંભના ઉદઘાટક કવિ શ્રી કમલ પાલનપુરી કવિ શ્રી ડૉ. કે. કે. વૈષ્ણવ અને મુખ્ય મહેમાન શ્રી કૃષ્ણ કાન્ત જહા મેનેજીંગ તંત્રી ગાંધીનગર સમચાર અને શ્રી કાશીપરા મનસુખલાલ ઉપસ્થિત રહ્યા હતાં. કવિ શ્રી જલ સાગર અને કવિ શ્રી જયેશ કેલર દ્વારા આખા પ્રોગમનું સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું.

Pankhudi

ગાંધીનગર શહેરમાં દૂર દૂરથી કવિ ગણ અને શ્રોતા ગણ ઉપસ્થિત રહી પ્રોગમની શોભા વધારી હતી. પારુલ અમિત પંખુડી દ્વારા આ સુંદર પ્રયાસને એમના માતાપિતા શ્રી હરિલાલ પંડ્યા અને અમૃતા પંડ્યા દ્વારા આશીર્વચન આપી વધાવી લેવામાં આવ્યો.

Pankhudi

પારુલ અમિત પંખુડી બેંક કર્મચારી હોવાની સાથે એક સફળ લેખિકા પણ છે. ચાલ ને, જિંદગી પુસ્તક એટલે હકારાત્મકતા નો પડાવ આ પુસ્તક સમજણ , જ્ઞાન અને માહિતીથી ભરપૂર છે. લેખિકા એ પુસ્તક દ્વારા આપણને હતાશા, નિરાશા અને આપણી નકારાત્મક માનસિકતામાં ડોકિયું કરી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. જીવનના અર્થોને ઉકેલતું અને જીવનના મર્મોને સાર્થક કરતું મંજિલ સુધી પહોંચાડતું પુસ્તક એટલે ચાલ ને, જિંદગી!

Video.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *