સફળ લેખિકા જે આઓજી સંગઠનનાં પ્રદેશ વાઈસ પ્રેસિડેન્ટનાં પદને શોભાવનાર આ લેખિકા એ હમણાં સુધી ૧૦ થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કરીને સાહિત્ય ક્ષેત્રે વિશેષ પ્રદાન પુરૂ પાડીને વિશેષ પુસ્તક સન્માન મેળવનાર પ્રથમ મહિલા લેખિકાએ અનેક સિધ્ધિઓ,એવોર્ડ્સ અને પ્રમાણપત્રો મેળવીને લેખકોની દુનિયાંમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.તેમનાં પ્રસિધ્ધ થયેલા પુસ્તકો (૧)શબ્દ સ્પર્શ- કાવ્ય સંગ્રહ (૨) ઇન્દ્રધનું- માઇક્રોફિક્સન વાર્તા સંગ્રહ,(૩) સાર માં વિસ્તાર,(૪) હૈયા ની રજૂઆત,(૫) અસ્તાચળ,(૬)સંગાથ(૭) શબ્દોત્સવ(૮) ઈમોશનલ ફ્રેકચર(લાગણીઓ નું અસ્તિભંગ)(૯) પધ્યોત્સવ(૧૦) ચાલ ને જીંદગી(મોટીવેશનલ) ખૂબજ રોચક રહયા છે.”ચાલ ને જીંદગી” પુસ્તક જે ૧૨ ભાષામાં અનુવાદ થવા જઈ રહેલ છે, અનેક દૈનિક તેમજ સાપ્તાહિક ન્યૂઝ પેપરનાં કટાર લેખિકા તરીકે પ્રસિધ્ધ બનેલ લેખિકા પોતાની સહુંપ્રથમ હિન્દી માં વાર્તા “શેડસ ઓફ લવ” જે આશરે ૩૫ થી ૪૦ એપિસોડમાં લખી રહ્યા છે; અને”વિશ્વાસ ફિલ્મ્સ” ને યાદગીરી રૂપે ભેટ આપવા જઇ રહ્યા છે. તેવું “વિશ્વાસ ફિલ્મ્સ” ની પ્રોજેકટ મેનેજર અને અભિનેત્રી કુમારી નિવેદિતા એ અખબારી યાદી માં જણાવ્યું છે.