ચારિત્ર્ય પર શંકામાં પતિએ પત્નીનું ધારીયા વડે ગળું કાપી હત્યા. બે મહિના પહેલા જ થયા હતા લગ્ન

મોરવા હડફ – પંચમહાલના મોરવા હડફ તાલુકાના નાગલોદથી ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ ગોધરાના મેહુલિયા જંગલ માંથી મળી આવ્યો છે. પરિણીતાને તેના પતિએ જ અન્ય યુવક સાથે અનૈતિક સંબધનો વહેમ રાખી ધારીયા વડે ગળું કાપી હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા મૃતદેહના અવશેષો અને કપડાં જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. ત્રણ દિવસથી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા પતિને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે આખરે અમદાવાદથી ઝડપી લીધો છે અને પરિણીતાનો મૃતદેહ જંગલમાંથી શોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવતીના લગ્ન બે માસ અગાઉ જ થયા હતા. મોરવા હડફ તાલુકાની કડાદરા ગામની યુવતીની તેના પતિએ ચારિત્ર્ય પર શંકા કરીને જંગલમા લઇ જઇ ધારીયા વડે યુવતીનુ ગળુ ધડથી અલગ કરીને હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાના પિતાએ હત્યા કરનાર જમાઈ વિરૂધ્ધ મોરવા હડફ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા આરોપી પતિની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મોરવા હડફ તાલુકાના કડાદરા ગામની પરિણીતા સંપર્ક વિહોણી થતાં સ્વજનોએ શોધખોળ કરી હતી. જોકે કોઇ ભાળ ન મળતા મોરવા પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ આપી હતી. ઘટનાક્રમમાં ડીવાયએસપી સી.સી.ખટાનાના જણાવ્યાં પ્રમાણે ગોધરા તાલુકાના એરંડી ગામે રહેતા શૈલેષ માલીવાડના લગ્ન બે માસ અગાઉ મોરવા હડફ તાલુકાના કડાદરા ગામમાં રહેતી યુવતી સાથે થયા હતા. દરમિયાન ત્રણ દિવસ અગાઉ શૈલેષ બાઈક ઉપર તેની પત્નીને લઈ સાસરિયામાં ગયો હતો. ત્યારે તેની પત્ની મોબાઈલ ઉપર વાતચીત વેળાએ અન્ય યુવક સાથે અનૈતિક સંબંધો ધરાવતી હોવાનું શક પેદા થયો હતો. ત્યારથી જ પોતાની પત્નીને અન્ય સાથેના સંબધ હોવાનું ભૂત શૈલેષના મગજમાં સવાર થઇ ગયું હતું અને જે મુદ્દે પતિ પત્ની બંને વચ્ચે ખટરાગ ઉભો થયો હતો. આ પછી શૈલેષ અને તેની પત્ની બંને ઘરેથી મંદિર જવાનું જણાવી બાઈક લઈ નીકળ્યા હતા. બંને બાઈક લઈ ગોધરા તાલુકાના મેહુલિયા જંગલમાં પહોંચ્યા હતા. શૈલેષે પત્નીને સાથે મરી જવાનું છળ કરી તેણીને મોતને ઘાટ ઉતારી દેવાના પૂર્વ નિર્ધાર સાથે ધારીયું લઈને આવ્યો હતો. શૈલેષે પોતાની પત્નીને ધારીયાના ઘા ઝીંકી ધડ અને માથું અલગ કરી દીધા હતા. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા પોતાની પત્નીનું ધડ, માથું અને કપડાં જંગલમાં અલગ અલગ જગ્યાએ સંતાડી દીધા હતા. પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ શૈલેષ બાઈક લઈ જંગલમાંથી ભાગી છૂટ્યો હતો અને ઘોઘબા તાલુકાના એક ગામમાં મંદિરમાં રોકાણ કરી બાઈક મૂકી બીજા દિવસે અમદાવાદ જવા માટે રવાના થઈ ગયો હતો.

આ પણ વાંચો – પારૂલ બેને ખરેખર મડદાઓ ને બોલતા કરી દીધા, ભક્તોથી સહન ન થયુ એટલે ટ્રોલ કર્યા

બીજી તરફ ગુમ થયેલી પરણીતાની ભારે શોધખોળ બાદ કોઈ પત્તો ના મળતાં સ્વજનોએ મોરવા પોલીસને જાણ કરી હોવાથી પોલીસે પરિણીતાને સાથે લઈ નીકળેલા પતિનો મોબાઈલ ફોનથી સંપર્ક કરવાના પ્રયાસ સાથે તેના ઘરે તપાસ તેજ બનાવી દીધી હતી. દરમિયાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ જારી રાખતાં ત્રણ દિવસથી સંપર્ક વિહોણા થયેલા શૈલેષે સ્વજનો સાથે સંપર્ક પ્રયાસ કરતાં પોલીસ માટે મહત્વની કડી મળી આવી હતી. આખરે પોલીસને અમદાવાદમાંથી શૈલેષને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. અમદાવાદથી શૈલેષને ગોધરા લાવ્યા બાદ તેની પત્ની વિશે ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. પ્રાથમિક તબક્કે શૈલેષે પોલીસને ગોળ ગોળ જવાબો આપ્યા બાદ આખરે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્નીની હત્યા કરી મૃતદેહ મેહુલિયા જંગલમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે શૈલેષને સાથે રાખી રાત્રી દરમિયાન પરિણીતાનો મૃતદેહ શોધી કાઢ્યા બાદ પીએમ સહિતની કાર્યવાહી કરી શૈલેષ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કાર્યવાહી હાથ ધરી છે. યુવક સાથે અનૈતિક સંબધના વહેમમાં પતિએ પત્નીનું ધારીયા વડે ગળું કાપી નાખ્યું, બે મહિના પહેલા જ થયા હતા લગ્ન

Leave a Reply

%d bloggers like this: