“પણ તને કયાં કઇ પડી છે! ” – સાક્ષી ઉપાધ્યાય

હે માનવી! તું ટેકનોલોજીની સાંકળમાં બંધાય ગયો છે એટલે તું ક્યારેય ટેકનોલોજીના માયાજાળમાંથી બહાર ન આવી શકે,

“પણ તને કયાં કઇ પડી છે!”

આજે તારા મનમાં શાંતિ અને નિરાભીમાનનું સ્થાન અભિમાન અને અશાંતિએ લીઘું છે,
“પણ તને કયાં કઇ પડી છે!”

આજના કળિયુગમાં તું પોતાના અંદરના વ્યક્તિત્વને બદલે બહારના વ્યક્તિત્વને શણગારતો થઈ ગયો છે,
“પણ તને કયાં કઇ પડી છે!”

અરે માનવી, તું બીજાને મળતું
સુખ પામવા માટે પોતાના સુખને પણ દુઃખ સમજે છે,
“પણ તને કયાં કઇ પડી છે!”

આજે તું ગરીબ -અમીરમાં ભેદભાવ કરતા શીખી ગયો છે,
“પણ તને કયાં કઇ પડી છે!”

અને વ્યસનના તો શું વખાણ કરવા, જો તું આ વ્યસન સાથે સંકળાયને તો તું મોતના નકૅમાં ફસાઈ જઈશ,
“પણ તને કયાં કઇ પડી છે!”

અરે , આજે તારા પરીવારમાં પ્રેમ ઓછો થતો જાય છે અને દૂર થવાનું અંતર વધતું જાય છે,
“પણ તને કયાં કઇ પડી છે!”

તું આજે મોબાઈલ બની ગયો છે,
“પણ તને કયાં કઇ પડી છે!”

આજે ઘર ખાલી થઈ રહ્યા છે અને વૃદ્ધાશ્રમ વઘી રહ્યા છે,
“પણ તને કયાં કઇ પડી છે!”

– સાક્ષી ઉપાધ્યાય

Sakshi Upadhya

 

Leave a Reply

%d bloggers like this: