લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમવાનો વિચાર ‘ઈવેન્ટજીવી’ વડાપ્રધાન જ કરી શકે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : આશ્ચર્ય હવે થતું નથી; વડાપ્રધાન ગતકડાં કરવામાં હોંશિયાર છે. 22 જૂન 2021 ના રોજ લોકો ટ્વીટર ઉપર વડાપ્રધાનને ‘થેન્ક યૂ’ કહી રહ્યા હતા ! શામાટે? 21 જૂનના રોજ એક દિવસમાં 88 લાખ કરતા વધુ લોકોને; કોરોનાની રસી આપવામાં આવી હતી. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાનું શરુ થયું ત્યારથી હાલ સુધી ચીનને બાદ કરતા record-breaking vaccination થયું ! સવાલ એ છે કે 21 જૂનના રોજ જો 88 લાખ લોકોને વેક્સિન આપી; તો અગાઉ શા માટે આટલી સંખ્યામાં રસીકરણ ન થયું? શું આ ‘થેન્ક યૂ’ ઉઘરાવવાની યુક્તિ નથી? સોમવારે વેક્સિનેશનનો રેકોર્ડ પરંતુ આગલા દિવસે રવિવારના રોજ તથા પછીના દિવસે મંગળવારના રોજ વેકિસનેશન મંદ ગતિએ શામાટે થયેલ? આ હકીકત શું સૂચવે છે? સોમવારે 88 લાખ વેક્સિનેશનનો રેકોર્ડ કરી વાહવાહી મેળવવાની ચાલાકી ! ઉપરાંત, ગંગામાં તરતી લાશો લોકો ભૂલી જાય તે નફામાં !

આ પણ વાંચો : લેખકે શું લખવું જોઈએ? કોના માટે લખવું જોઈએ?

ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશમાં 21 જૂનના રોજ 17 લાખ લોકોને વેક્સિન આપી; જ્યારે 18/19/20 જૂનના રોજ આ સંખ્યા થોડા હજારોમાં હતી અને 22 જૂનના રોજ માત્ર 5 હજાર વેક્સિન આપવામાં આવી ! આવું કર્ણાટક/ગુજરાત/હરિયાણા/ઉત્તરપ્રદેશ/બિહારમાં જોવા મળ્યું. રેકોર્ડ બનાવવાની લાલચમાં કેટલાંક રાજ્યોમાં મહિનાનો 50-70% વેક્સિનનો સ્ટોક વપરાઈ ગયો ! દિલ્હી/છત્તીસગઢને 21 જૂન માટે વેક્સિનનો વધારાનો જથ્થો આપવામાં ન આવ્યો. દિલ્હી પાસે 11 લાખ રસીનો જથ્થો હતો; પરંતુ તે 45 વર્ષની ઉપરના લોકો માટે હતો. આ જથ્થાનો ઉપયોગ 21 જૂનના રોજ કરવા દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગી; પણ મંજૂરી આપવામાં ન આવી ! એટલે 21 જૂનના રોજ વેક્સિનેશનમાં દિલ્હી 21માં સ્થાને રહ્યું ! સત્તાપક્ષ શાસિત રાજ્યોએ વેક્સિનનો જથ્થો 21 જૂનના રોજ વધુ પડતો વાપરી નાખ્યો છે; એટલે વેક્સિનના અભાવના કારણે બીજા ડોઝ માટે દિવસો લંબાવવામાં આવશે, એ નક્કી છે !

રેકોર્ડ માટે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમવાનો વિચાર ‘ઈવેન્ટજીવી’ વડાપ્રધાન જ કરી શકે !rs

Leave a Reply

%d bloggers like this: