પેગાસસ કેસ પર રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સંસદમાં અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે

પેગાસસ કેસ પર રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સંસદમાં અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, તેમણે કહ્યુ, અમે માત્ર એમ પૂછી રહ્યા છીએ કે પેગાસસ સોફ્ટવેર ખરીદવામાં આવ્યુ છે કે નથી આવ્યુ અને શું તેનો ઉપયોગ ભારતના કેટલાક લોકો વિરૂદ્ધ કરવામાં આવ્યો? સરકાર તેની પર કોઇ ચર્ચા નથી ઇચ્છતી, પીએમ નરેન્દ્ર મોદીએ અમારા ફોનમાં હથિયાર નાખી દીધો છે. રાહુલ ગાંધીએ પૂછ્યુ, અંતે આ મુદ્દા પર સદનમાં ચર્ચા કેમ ના થવી જોઇએ, તે (સરકાર) કહે છે કે અમે સંસદને ચાલવા દેતા નથી. અમે પોતાની જવાબદારીઓને પુરી કરવા માંગીએ છીએ અને તેને લોકતાંત્રિક પ્રક્રિયા વિરૂદ્ધ કહેવામાં આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યુ કે, પેગાસસ મુદ્દો રાજદ્રોહ જેવો છે. આ દેશવિરોધી છે અને મોદી અને શાહ જવાબદાર છે.

રાહુલ ગાંધીએ આ પહેલા ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર ટ્વીટ કર્યુ હતું જેમાં પરોક્ષ રીતે પીએમ મોદી પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યુ હતું, જ્યારે મિત્રોનું દેવુ માફ કરો છો તો દેશના અન્નદાતાનો કેમ નહી? ખેડૂતોને દેવા-મુક્ત કરવા મોદી સરકારની પ્રાથમિકતા નથી. આ અન્યાય છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી મુદ્દાને લઇને ટ્વીટ કર્યુ છે જેમાં કેન્દ્ર સરકારના વલણને લઇને નિશાન સાધવામાં આવ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યુ, ‘આપણા લોકતંત્રની બુનિયાદ છે કે સાંસદ જનતાનો અવાજ બનીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરે. મોદી સરકાર વિપક્ષને આ કામ કરવા નથી દઇ રહી. સંસદનો વધુ સમય ખરાબ ના કરો- કરવા દો મોંઘવારી, ખેડૂત અને Pegasusની વાત!. મહત્વપૂર્ણ છે કે પેગાસસ મુદ્દાને કારણે સંસદનું મોનસૂન સત્ર ચાલી શક્યુ નથી.

Leave a Reply

%d bloggers like this: