23 સપ્ટેમ્બરે સામાજીક સમસ્યાને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ “મારે શું?” સિનેમાઘરોમાં થશે રિલીઝ.

નેલ્સન પરમાર : સમાજ અને દેશમાં સુધારો કરવાની દરેકની ઈચ્છા હોય છે પણ એ કાર્ય કરવાની શરૂઆતમાં દરેકના મનમાં સવાલ ઉભો થાય છે કે આમાં…

“મારે શું?” એકલો માણસ પણ સમાજ અને દેશમાં સુધારો કરી શકે છે અને અશક્ય લાગતું કાર્ય શક્ય કરી બતાવે છે. પણી આસપાસ નજર કરીયે તો હજારો જરૂરિયાતમંદ લોકો આપણને દેખાઈ આવે છે. જેને આપણે વિવિધરીતે મદદ કરી કરી શકીયે પણ સાચી મદદ તો એને જ કહેવાય જેનાથી જરૂરિયાતમંદ માણસની ખાલી જરૂરિયાત જ નહીં ભવિષ્ય પણ બદલાય અને એ માણસ પોતાના પગ પર ઉભો થઇ દેશની પ્રગતિમા ઉપયોગી થઈ શકે. આવી જ રોમાંચક અને પ્રેક્ષકોને જકડી રાખતી વાત આગામી તારીખ 23/09/2022ને શુક્રવારના રોજ રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ મારે શું! માં દર્શાવામાં આવી છે.

Mare su

આ ફિલ્મને રાજકોટના યુવા નિર્માતા અને નિર્દેશક વિક્રમ એન. ચૌહાણ દ્વારા નિર્માણ અને નિર્દેશન કરવામાં આવી છે. ક્રિએટર નિર્દેશક તરીકે અમન કુરેશી તેમજ સહ નિર્માતા તરીકે બકુલ રૂપાણી, હિરેન ખુંટ, હર્ષાબેન ભરાડ, જીત ખખ્ખર જોડાયેલા છે તેમજ આ ફિલ્મનું 50% શૂટિંગ રાજકોટ શહેરમાં કરવામાં આવ્યુ છે.

Mare su

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામાંકીત કલાકાર – ભરત ઠક્કર, ધવન મેવાડા, હિરેન ખુંટ, ખુશ્બુ પટેલ, દિપક અંતાણી, બકુલ રૂપાણી, જગપાલ ભરાડ, જીત ખખર, ગિરધારી સંપેલા, સંદીપ રૂપાણી, કવિશા રૂપાણી દ્વારા આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરવામાં આવેલા છે – મારે શું! ફિલ્મમાં પાર્થ ગોહિલના સુમધુર અવાજથી ગીતોને મનીષ ભાનુશાળી ના સંગીતથી તૈયાર કરેલ છે. સમગ્ર ગુજરાતમાં 23 સપ્ટેમ્બર ના રિલીઝ થતી આ ફિલ્મને જોવાનું ભૂલશો નહિ – “મારે શું?”

Mare su

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *