આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ: નર્સોએ કહ્યું અત્યારે ઘર, પરિવાર અને સંતાનો અમારા માટે ગૌણ બની ગયા છે

સમગ્ર દુનિયામાં દર વર્ષે મે મહિનાની 12મી તારીખે એટલે કે આજના દિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક દર્દીને નવું જીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય છે એટલું જ એક નર્સનું હોય છે. એક નર્સ દર્દીની સેવા તન-મનથી કરતી હોય છે. નર્સ પોતાની પરવા કર્યા વગર એક દર્દીનો જીવ બચાવે છે. આ દિવસ નર્સના એ અમૂલ્ય યોગદાનને સમર્પિત કરવામાં આવ્યો છે. ફ્લોરેન્સ નાઈટિંગલ’ની યાદમાં દર વર્ષે 12મી મેનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પ્રીમિયા યુદ્ધ દરમિયાન તેમણે લાલટેન લઈને સૈનિકો અને દર્દીઓની સેવા પૂરેપૂરા સમર્પણ સાથે કરી હતી. આ જ કારણે તેમને ‘લેડી વિથ ધ લેમ્પ’ પણ કહેવાય છે.

હાલનાં કોરોના સમયમાં નર્સીગ સ્ટાફનુ કામ ખુબ મહત્વનું બની રહ્યું છે. જેટલું મહત્વ ડૉક્ટર નું છે એટલું જ મહત્વ નર્સિંગ સ્ટાફનું છે. નર્સોને આપણે બહેનોને સિસ્ટર અને ભાઈઓને બ્રધર્સ તરીકે ઓળખવામાં આવે છે. જેઓ હાલ કોવીડના સમયમાં પોતના પરીવારને ભુલીને તન-મન ધનથી સેવા કરી રહ્યાં છે. પોતાના મા-બાપ, બાળકો, અને પરીવારને ભુલીને તેમનાથી પણ સામાજિક અંતર બનાવી પોતે પોતાની ડ્યુટી નિભાવે છે. ઘણીવાર તો આ નર્સિંગ સ્ટાફ પોતાની આંખો સામે મરતાં લોકોને જોઈને પોતે પણ દુ:ખી થાય છે. આવાં સેવાભાવી નર્સિંગ સ્ટાફને આજે સલામ છે. તેમની સેવાની કદર ‌આપણે સહુએ કરવી જોઈએ. નર્સોએ કહ્યું અત્યારે ઘર, પરિવાર અને સંતાનો અમારા માટે ગૌણ બની ગયા છે. કોરોના વોર્ડ અમારુ બીજુ ઘર બની ગયું છે. અમે દર્દીઓને કોઈ તકલીફ ન પડે એટલે પરીવારના સભ્યોની જેમ કાળજી રાખીએ છીએ.

નેવીલ ક્રિશ્ચયન – આવી કપરી Covid Condition માં પોતાનું ઘર, કુટુંબીજનો, છોકરા, ઘરડા મા-બાપ, સાસુ-સસરા, પતિ, પત્ની ને ઘર મૂકી બીજાની સેવા ખૂબ લગનથી કરે છે આવી પરિસ્થિતિમાં ‘મા’ પણ ના કરે એવી સેવા કરી રહી છે જે પોતાની ભૂખ તરસની પરવા કર્યા વગર તથા પોતાની પેશાબ રોકી ને અને પોતાનું દુઃખ દબાવીને હસતે મોઢે સખત ગરમીમાં પણ પરસેવે રેબઝેબ થઇ ને સેવા નો ધોધ વરસાવી રહી છે એ જ આપણી નર્સ જે એક દેવદૂત થી કમ નથી તો આજે આ દેવદૂત નો દિવસ એટલે કે વિશ્વ નર્સિસ ડે છે તો આપણે સૌ આ બધા જ નર્સિંગ સ્ટાફ ને આપણે શુભકામનાઓ પાઠવ્યે. હેપી નર્સિંસ ડે. – નેવીલ ક્રિશ્ચયન, આસિસ્ટન્ટ નર્સિંગ ડાયરેક્ટર, કિરણ મલ્ટી સુપર સ્પેશિયલીટી હોસ્પિટલ, સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *