’હવે CM આપણો જોઈએ !’ : એમ કહીને સમાજને ધૂણાવવાનો ઈરાદો તો નથીને?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : માની લો કે ‘આપણો CM’ હોય તો ફાયદો શું? એમ તો ‘આપણા MLA’ કેટલા બધાં છે; છતાં આપણી મુશ્કેલીઓ વેળાએ એમણે ક્યારેય અવાજ ઊઠાવ્યો ખરો? ‘આપણો CM’ પક્ષનો ગુલામ હોય; ‘આપણા MLA’ પક્ષના ગુલામ હોય તો આપણને ફાયદો શું? ગુજરાતના હિત કરતા પક્ષના હિતને પ્રાધ્યાન્ય આપે તેવા ‘આપણા CM’થી ફાયદો શું? થોડા સમય પહેલા સત્તાપક્ષના પ્રમુખ કે જેમની સામે 107 જેટલા ગુનાઓ દાખલ થયેલાં છે, તેમની રજતતુલા; ‘આપણા CM’ની જાહેરાત થઈ તે સ્થળે જ કરવામાં આવી હતી; એ સમયે વિરોધ કરીને સ્વચ્છ રાજનીતિનો શુભારંભ કરી શક્યા હોત ! ‘આપણો CM’ સ્વચ્છ રાજનીતિ માટે જોઈએ છે કે બીજા કામ માટે? ‘આપણો CM’ જો ‘રંગા-બિલ્લા’થી ડરે તો કામનો શું?

આ પણ વાંચો : ‘આપ’નો આરંભ : ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘આપ’માં જોડાયા

એવું તો નથી કે ત્રીજો મોરચો ઊભો કરીને/ત્રીજા પક્ષને આગળ કરીને; સત્તાપક્ષનો માર્ગ સરળ કરવાની રમત તો નથીને? જ્યારે સત્તાપક્ષ તરફથી અનેક અન્યાય થયા ત્યારે અવાજ ઊઠાવવાને બદલે ચૂપ રહ્યા અને ચૂંટણી નજીક આવી ત્યારે ‘હવે CM આપણો જોઈએ !’ એમ કહીને સમાજને ધૂણાવવાનો ઈરાદો તો નથીને? દરેક જ્ઞાતિ ઘોષણા કરે કે ‘હવે CM આપણો જોઈએ !’ તો શું પરિણામ આવે? ‘ગુણવત્તાવાળો; લોકલક્ષી CM હોવો જોઈએ’ એમ કહેતા સત્તાપક્ષનો ડર લાગે છે?

ખોડિયાર માતાજીનો વાંક કહેવાય. તેમના સાંનિધ્યમાં જાહેરાત થાય છે કે “હવે CM આપણો જોઈએ !” સવાલ એ છે કે આવા વિચાર કરનારાઓને માતાજી રોકતા કેમ નહીં હોય?rs

Leave a Reply

%d bloggers like this: