કોઇના બાપમાં દમ નથી કે મારી ધરપકડ કરે – સોશિયલ મીડિયા પર બાબા રામદેવનો વીડિયો વાયરલ

એલોપેથિક દવાઓ પર પોતાના નિવેદનને લઇને યોગ ગુરૂ રામદેવ ચર્ચામાં છે. ત્યારે ફરી એકવાર યોગ ગુરૂ રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે અધિકારીઓને ધરપકડ કરવાનો પડકાર આપતા જોવા મળી રહ્યા છે. આ પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે કોવિડ-19ની સારવાર માટે સરકારના પ્રોટોકોલને પડકાર આપવા અને રસીકરણનો ખોટો પ્રચાર અભિયાન ચલાવવા માટે યોગગુરૂ રામદેવ પર રાજદ્રોહ હેઠળ કેસ દાખલ થવો જોઇએ. સોશિયલ મીડિયા પર વાયરલ 40 સેકન્ડના વીડિયોમાં સ્વામી રામદેવ કહે છે કે, ધરપકડ તો તેમનો કોઇ બાપ પણ નથી કરી શકતો પરંતુ ખોટી બુમો પાડી રહ્યા છે કે એરેસ્ટ સ્વામી રામદેવ…ક્યારેય કઇ પણ ચલાવી દે છે..કે એરેસ્ટ રામદેવ…ઠગ રામદેવ…ક્યારેક મહાઠગ રામદેવ…ક્યારેક ધરપકડ રામદેવ..ચલાવતા રહ્યા છે..ચાલવા દો..આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે અને એક તબક્કો તેમની ટિકાના સંદર્ભમાં તેને શેર કરી રહ્યો છે.

વીડીયો જોવા માટે

 

કેન્દ્રીય મંત્રીના હસ્તક્ષેપ બાદ બન્ને તરફથી જે રીતે નિવેદન સામે આવી રહ્યા છે તેનાથી વિવાદ રોકાવાની જગ્યાએ વધતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થઇ રહી છે. ગત મંગળવારે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આચાર્ય બાલકૃષ્ણએ આઇએમએના એક રાષ્ટ્રીય પદાધિકારી પર ધર્માંતરણ લઇને ટ્વિટ કરી હતી. એ અલગ વિવાદ ઉભો થયો‌ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *