આત્મનિર્ભર ભારતના વિચાર ને સાર્થક કરતી “દેશી દુકાન” ટી શર્ટ સ્ટોર નું અમદાવાદ ખાતે લોન્ચિંગ

NK Entertainment – આજ થી 6 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ના હૃદયસમા રાજકોટ માં એક નવા વિચાર ને જન્મ મળ્યો અને જે ગુજરાત માં પ્રખ્યાત થઇ ગયો.

આત્મનિર્ભર ભારત ના વિચાર સાથે વોકલ ફોર લોકલ ટી શર્ટ બ્રાન્ડ કે જેને એક નવા વિચાર સાથે ધર્મેશ વ્યાસ દ્વારા આકાર આપવામાં આવ્યો અને આ ટી શર્ટ ને સંપૂર્ણ ગુજરાતી બનાવ્યા. દરેક ને પોતાની ભાષા નું મહત્વ હોય છે અને એમાં પણ આપણી ગુજરાતી ભાષા વિશ્વભર માં લોકો ને ગૌરવ અપાવી રહી છે અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ ગુજરાત છે તેવી માન્યતા આપણા દેશ માં અને વિદેશ માં પણ પ્રખ્યાત છે.

ટી શર્ટ પર ગુજરાતી ભાષા ના પ્રખ્યાત વાક્યો ને પ્રિન્ટ કરી ને એક નવા જ સ્વરૂપ સાથે માર્કેટ માં મુકવામાં આવ્યા અને લોકો ને આ પ્રકાર ના ટી શર્ટ ગમ્યા પછી શરુ થયો આ પ્રકાર ના ટી શર્ટ નો એક નવો ટ્રેન્ડ. ભારતીય બજાર માં આ પ્રકાર ના ટી શર્ટ ની શરૂવાત કરનાર ધર્મેશ વ્યાસ દ્વારા 6 વર્ષ પહેલા ફક્ત ઓનલાઇન વેચવાનું શરુ કર્યું હતું જેમાં તેમને ખુબ સારો પ્રતિસાદ માલ્ટા રાજકોટ ના ક્રિસ્ટલ મોલ ખાતે 4 વર્ષ પહેલા ગુજરાત નો સૌપ્રથમ ઓફલાઈન યુનિક કોન્સેપટ ટી શર્ટ સ્ટોર “દેશી દુકાન” ની શરૂવાત કરી, ત્યારબાદ આ પ્રકાર ના ટી શર્ટ માર્કેટ માં ટ્રેન્ડ સેટર બન્યા અને ગુજરાત ના મેટ્રો સીટી સુરત, વડોદરા અને જામનગર,ભાવનગર જેવા શહેરો માં પણ ઓફલાઈન સ્ટોર ની શરૂવાત કરવામાં આવી.

ગુજરાત ના પ્રખ્યાત ગુજરાતી શબ્દો જેમ કે “ખાડે પીધે સુખી”,”વટ થી ગુજરાતી”, “તું તારું કર”, “પાક્કો ગુજરાતી”, “ભલા મોરી રામા ” બાળકો, યુવાનો થી માંડી ને સિનિયર સીટીઝનો સુધી ખુબ જ પ્રચલિત થયા છે.

ગુજરાત નો એકમાત્ર એવો સ્ટોર છે જ્યાં બાળકો ની છઠ્ઠી થી મંડી ને 100 વર્ષ ના સિનીયર સીટીઝન માટે ના કસ્ટમાઈઝડ ટીશર્ટ મળી રહે છે અને જો આપણે તેમાં પણ કૈક નવીનતા જોઈએ તો પ્રિન્ટ પણ કરી આપવામાં આવતી હોય છે.

આજથી અમદાવાદ ના પ્રખ્યાત એ વન મોલ વસ્ત્રાપુર ખાતે દેશી દુકાન ટીશર્ટ સ્ટોર ના સાતમા આઉટલેટ નું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં આ પ્રકાર ના યુનિક કોન્સેપટ ટીશર્ટ અમદાવાદીઓ મેળવી શકશે. અમદાવાદી ઓ માટે ખાસ પ્રકાર ના ટી શર્ટ ને પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદ ના આ સ્ટોર માં કપલ ટી શર્ટ રેડી સ્ટોક માં 150 થી વધુ ડિઝાઇન, 15 થી વધુ કલર અને સાઈઝ ઉપલબ્ધ રહેશે. અમદાવાદી જનતા માટે આ સ્ટોર આજથી જ ખુલ્લો મુકવામાં આવ્યો છે અને જેમાં “જો બકા” “અમદાવાદી”, અને “કટિંગ ચા” જેવા સ્લોગનો સાથે નવા ગુજરાતી શબ્દો ના ટીશર્ટ મળી રહેશે.

Matter Created By
NK Entertainment
PR Division
Ahmedabad
7600487998

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *