ડે. સીએમ નીનિત પટેલે કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાંથી રજા આપી

Corona – ગુજરાતનાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રવિવારે કહ્યું હતું કે તેઓ કોરોના ( Corona ) વાયરસના સંક્રમણથી મુક્ત થયા છે. તેમને અમદાવાદની હોસ્પિટલમાંથી રજા આપવમાં આવી છે. પટેલ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના વાયરસથી ચેપ લાગતાં તેને 24 એપ્રિલના રોજ અમદાવાદનાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટરમાં દાખલ કરાયા હતાં.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તબિયત સ્થિર હતી અને કોઈ તકલીફ નહોતી પણ સાવચેતી ખાતર તેમને યુ. એન. મહેતા હૉસ્પિટલમાં કેટલાક દિવસો ઑબ્ઝર્વેશનમાં રખાયા હતા.  ( Corona )

રાજ્યના આરોગ્ય પ્રધાનની જવાબદારી સંભાળી રહેલા પટેલે ટ્વિટ કર્યું કે ‘યુએન મહેતા હોસ્પિટલમાં 15 દિવસ સુધી સારવાર લીધા બાદ આજે મને રજા આપવામાં આવી છે. ભગવાન અને તમારા લોકોનાં આશીર્વાદથી, હું ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છું. ‘ શુભેચ્છાઓ અને પ્રેમ માટે તેમણે લોકો અને હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. હાલમાં ડોક્ટરની સલાહ મુજબ નીતિન પટેલને આરામ કરવાની સલાહ અપાઇ છે. ( Corona )

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 24 એપ્રિલે કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા હતા. તેમને કોરોનાનાં લક્ષણો જણાતા તે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યાર બાદ આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હતો. આ બંનેમાં તેમને કોરોના હોવાનું બહાર આવતાં તે અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ થયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા હતા. આ કારણે તેમની સારવાર સરળ બની હતી ( Corona )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *