તારીખ ૨૭-૨૮ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ અમદાવાદ સતાધાર ખાતે આવેલ શ્રી માતંગી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ફ્રી ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫ વર્ષ થી ૪૫વર્ષ ના લોકો એ ભાગ લીધો હતો આ યોજાયેલા ફ્રી ફોટોશૂટનું આયોજન નિક ફિલ્મ્સ ( નીતીશ પંચાલ ) તેમજ કેએસકે ફિલ્મ્સ ( કેયુર જાની ) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ફોટોગ્રાફર તરીકે ની ભૂમિકા વિવેક શાહ ફોટોગ્રાફી દ્વારા કરવામાં આવી હતી. તમામ ભાગ લેનાર કન્ટેસ્ટેન્ટમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ ભાગ લેનાર કન્ટેસ્ટેન્ટને એકટિંગ તેમજ મોડલિંગ ક્ષેત્રે ખુબજ આગળ વધે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.