નિક ફિલ્મ્સ દ્વારા ‘આઈકોનીક સ્ટાર એવોર્ડ’નું નીતીશ પંચાલ અને ભૂમિ પંચાલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ , રાણીપ ખાતે તારીખ ૦૮।૦૩।૨૦૨ર ના રોજ નિક ફિલ્મ્સ દ્વારા આઈકોનીક સ્ટાર એવોર્ડનું આયોજન નીતીશ પંચાલ અને ભૂમિ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Niks Film

જેમાં મુખ્ય અતિથિની ભૂમિકા શ્રી ડો ઋત્વિજ પટેલ સર ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી એવોર્ડ સન્માનના કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી. શ્રી ડો ઋત્વિજ પટેલ સર ખુબજ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસર પ્રસંગે ગુજરાતના જાણીતા ગ્રુપ નાગલધામ સેવા-સંગઠન-ટ્રસ્ટ ના પ્રમુખશ્રી નવઘણભાઈ મૂંધવા ને પણ આમન્ત્રિત કર્યા હતા પણ અનિવાર્ય સામાજિક કારણોસર હાજરી આપી શક્યા ન હતા તેમના ગ્રુપ ના મિત્રોને રૂબરૂ મોકલી તેમજ પોતે ટેલીફોનિક આશીર્વાદ આપીને આવા કાર્યો કરતા રહેવાનું મનોબળ પૂરું પાડવામાં આવ્યું હતું

Niks

આ એવોર્ડ માં તમામ એક્ટર, એકટ્રેસ, સિંગર, પ્રોફેશનલ મોડલ, સોશ્યિલ વર્કર તેમજ લેખક, પ્રોડ્યૂસર, ફોટોગ્રાફર તેમજ ફિલ્મના અનેક મહેમાનો પધાર્યા હતા. જેમકે ફિલ્મ લાઈનમાં અનોખું યોગદાન આપતા અનુભવીને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યા હતું. જેમાં શ્રી ચેતન ધૈયા (એક્ટર) । શ્રી સૌનક વ્યાસ (એક્ટર, ડિરેક્ટર , લેખક) । શ્રી અતુલ લાખની સર (એક્ટર) । શ્રી નિક્કીબા રાઠોડ (તલવારબાજી ટ્રેનર) ।  તારીકા ત્રિપાઠી (એક્ટર) ।સંજય ગલસર (એક્ટર) । શ્રી નદીમ વઢવાનીયા (એક્ટર) । શ્રી રાહી રાઠોર (હમ રાહી ફાઉન્ડેશન) । શ્રી કમલેશ બારોટ (ડાન્સ ઇન્ડિયા ડાન્સ) । શ્રી  શિલ્પા ઠાકર (એક્ટર) અન્ય કલાકારો નું નિક ફિલ્મ્સ આઇકોનીક સ્ટાર એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવીયુ હતું તેમજ આવેલ તમામ એવોર્ડ વિનરના ચહેરા પર ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Leave a Reply

%d bloggers like this: