વડાપ્રધાન મોદીએ તેમનો બંગાળચુંટણી પ્રવાસ કર્યો રદ્દ, કાલે કરશે હાઇ લેવલ મિટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના તેમનો પ.બંગાળ નો પ્રવાસ રદ કર્યો છે આ માહિતી ખુદ પીએમ મોદીએ ટ્વીટ કરીને આ આપી છે. મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે, ‘ કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવતીકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. હું પશ્ચિમ બંગાળ જઈશ નહીં ‘અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદીની બંગાળ મુલાકાત પહેલાથી જ નક્કી હતી. પરંતુ દેશમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને નહીં જવાનો નિર્ણય લીધો છે. પણ સામે વાસ્તવિકતા એ પણ છે કે ઘણાં સમયથી ઘણાં લોકો અને પત્રકારો પીએમ મોદી ના ચુંટણી પ્રચારને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતા હતાં અને ઘણાં આક્ષેપો પણ કર્યા છે. પત્રકારોએ અમિત શાહ અને મોદી પર અઢળક સવાલો કરી ઘેરી લીધા હતા. પણ આ તો સતાધીશો કહેવાય એમને તો કોઈ ફરક પડતો હશે. નફ્ફટ બની અત્યાર સુધી લાખોની ભીડ કરતા હતાં. જેનૂ પરીણામ ભોગવવું તો પડશે જ.

વધુમાં જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ ગુરૂવારે ઓક્સિજનની ઉપલબ્ધતા અને પુરવઠા બાબતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો કરવાના માર્ગો અને વિકલ્પો અંગે ચર્ચા કરી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનનાં અનુસાર, આ બેઠકમાં વડા પ્રધાને ઓક્સિજનનું ઉત્પાદન વધારવા, તેની ડિલિવરી ઝડપી બનાવવા અને આરોગ્ય સુવિધાઓમાં તેની પહોંચ સુનિશ્ચિત કરવા માટે ઝડપી ગતિએ કામ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. અધિકારીઓએ ઓક્સિજનના પુરવઠામાં સુધારો કરવા માટે છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેવામાં આવેલા પગલાઓ અંગે વડા પ્રધાનને માહિતગાર કર્યા.

આ સાથે વધુમાં આગળના નિવેદનમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાનને કહેવામાં આવ્યું કે રાજ્યોની ઓક્સિજનની માંગને પહોંચી વળવા અને તે મુજબ પૂરતા પુરવઠા માટે તમામ રાજ્ય સરકારો સાથે સહયોગ કરવામાં આવી રહ્યો છે. વડા પ્રધાનને એ પણ જણાવવામાં આવ્યું કે કેવી રીતે રાજ્યોની ઓક્સિજન માંગ ઝડપથી વધી રહી છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, 20 રાજ્યોની દરરોજ 6785 મેટ્રિક ટન પ્રવાહી તબીબી ઓક્સિજનની માંગની સામે, 21 એપ્રિલથી, તેમને દિવસ દીઠ 6822 મેટ્રિક ટન ફાળવવામાં આવી રહ્યો છે. હવે જોવાનું રહે છે કે આવતીકાલે યોજાનારી ઉપર સ્તરની બેઠકમાં શું નિર્ણય લેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *