પાકિસ્તાનમાં મોટી રેલવે દુર્ઘટના, 2 ટ્રેન સામ-સામે આવી જતા 30થી વધુના મોત, 50 ઘાયલ હોવાનાં અહેવાલ

પાકિસ્તાનમાં સોમવારે સવારના સમયે એક ભારે મોટી રેલવે દુર્ઘટના ઘટી છે. સિંધના ડહારકી વિસ્તારમાં 2 ટ્રેન સામસામે અથડાવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં 30થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને 50 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે.

આ ઘટના સિંઘ પ્રાંતના ડહારકીમાં બની છે. આ જગ્યા અહીં ઘોટકી જિલ્લામાં સ્થિત છે. જ્યાં પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે. 33 લોકોના મોતની પુષ્ટિ જિલ્લાના ડેપ્યૂટી કમિશ્રરે કરી છે. તેવાાં કહેવામાં આવી રહ્યુ છે કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

આ પણ વાંચો : તો તૈયાર થઈ જાવ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. સમય છે ૫ વાગે

પાકિસ્તાનમાં સોમવાર સવાર ના એક ભયાનક રેલ દૂર્ઘટના બની હતી. આ રેલ દૂર્ઘટના ખૂબ જ ભયંકર હતી. પાકિસ્તાનના સિંઘના ડહારકી વિસ્તારમાં બે ટ્રેનો ટકરાઇ ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા રહેલી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધી 30 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસમાં ટક્કરમાં મરનારાઓની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે હજું પણ અનેક લોકો ડબ્બાઓમાં ફસાયેલા તેવી જાણકારી સામે આવી છે. પાકિસ્તાની જિયો ટીવી અનુસાર, મિલ્લત એક્સપ્રેસના ડબ્બાઓ અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર જતી રહી હતી અને સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ સાથે તેની ટક્કર થઈ ગઈ હતી. આ કારણે મિલ્લત એક્સપ્રેસના આઠ અને સર સૈયદ એક્સપ્રેસના એન્જિન સહિત ચાર ડબ્બાઓ ટ્રેક ઉપરથી નીચે ઉતરી ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 30 લોકોના મરવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જ્યારે 40થી 50 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જાણકારી અનુસાર, મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડથી કરાચી જઈ રહી હતી. ઘટના રાતના 3 વાગીને 45 મીનિટ પર ઘટી હતી. પાકિસ્તાનમાં સોમવાર સવાર-સવારમાં એક ભયાનક રેલ દૂર્ઘટના થઈ ગઈ છે. સિંઘના ડહારકી વિસ્તારમાં બે ટ્રેનો ટકરાઇ ગઈ છે. આ ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા છે. શરૂઆતી જાણકારી અનુસાર અત્યાર સુધી 30 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસમાં ટક્કરમાં મરનારાઓની સંખ્યા વધવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે, કેમ કે હજું પણ અનેક લોકો ડબ્બાઓમાં ફસાયેલા છે.

Leave a Reply

%d bloggers like this: