જાણીતા કલાકારોની હાજરીમાં અમદાવાદ ખાતે મયુર ચૌહાણનું નવું ગીત “આ રે કાયાનો હિંડોળો” રજૂ કરવામાં આવ્યું

નેલ્સન પરમાર : અમદાવાદ ખાતે ગુજરાતના જાણીતા ગાયક મયુર ચૌહાણનું નવું ગીત “આ રે કાયાનો હિંડોળો” નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જે આવનાર દિવસોમાં ગુજરાતી ફિલ્મ “પેન્ટાગોન” રિલીઝ થઈ રહી છે જેમાં આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Mayur Chauhan

મયુર ચૌહાણ ને કોઈ બીજી ઓળખાણની જરૂર નથી, ઘણા વર્ષો પહેલા દેશ વિદેશમાં પોતાના ગીત, ભજનથી લોકોને અભિભૂત કરનાર ગાયક ભજનિક હેમંત ચૌહાણના પુત્ર છે. તેમના દ્વારા ગાવામાં આવેલ આ જુના પદ કે ભજનને ફરી ફરીથી ગાઈને તેની જેટલી જાળવણી થાય છે એટલી તે પદ કે ભજનને નવી રીતે ગાવા જતા કે નવી રીતે તેનું સંગીત આપતા ચિંતા થાય કે આપણે ગીતનાં મર્મને નુકસાન ના કરી બેસે તે રીતે આ રજૂ કરવામાં આવ્યું છે. આ વિશે વધુમાં મયુર ચૌહાણ જણાવે છે કે “આ રે કાયાનો હિંડોળો” એ સતી રૂપાદે નું એટલું જાણીતું પદ છે કે દરેક ગુજરાતીએ એ સાંભળ્યું જ હોય. મારા પિતાજી શ્રી હેમંત ચૌહાણએ જયારે એ ૩૦ વર્ષ પહેલા આ ભજનને સ્વર આપ્યો હતો ત્યારે તો કલ્પના પણ નહોતી કે આ આટલું લોકપ્રિય થશે.

Mayur Chauhan

હવે ૩૦ વર્ષ પછી હું એ જ ભજન નવી રીતે લઈને આપની સમક્ષ આવ્યો છું. આ ગીત એ મારા ખુબ અંગત મિત્ર હર્ષલની ફિલ્મ “પેન્ટાગોન” – પ્ર પંચકોણનો હિસ્સો બનીને આપની સામે આવ્યું છે. આ ફિલ્મ નવેમ્બર મહિનામાં થીયેટરમાં આવશે. આ ગીત અને ફિલ્મ બંનેનાં ઉપક્રમે અમદાવાદમાં શનિવારે સાંજે આ ગીતના લોન્ચ માટે અમદાવાદ ખાતે આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું. આ ગીત જયારે પહેલી વાર રજુ થયું ત્યારે ત્યાં હાજર બધાની આંખ બંધ હતી અને ગીત સાંભળી લીધા પછી બધાના ચહેરા પણ સંતોષ હતો. એ સંતોષ જોઇને મને પણ મારા કામ માટે સંતોષ થયો. આ સાંજ માટે હું દોસ્તો આપનો ખુબ આભારી રહીશ તેમ વધુમાં જણાવ્યું હતું.

Mayur Chauhan
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર, તેમજ નીલમ પંચાલ, જીતેન્દ્ર ઠકકર, ગુજરાતી સંગીત જગતમાંથી દેવ પગલી, ઉર્વશી રાદડિયા તેમજ મોટા બેન ગીતા ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા. ફિલ્મ પેન્ટાગોનની આખી ટીમ રક્ષિત વસાવડા , હર્ષલ માંકડ અને ખુશી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જાણીતા કલાકારો કલરસિકો જનક ઠક્કર, નીપા સિંઘ, બિમલ પરમાર , વિવેકા પટેલ ,અખિલ કોટક, દર્શીના બારોટ, જસ્સી દાદી ,હેમરાજ ગોયેલ, શિવરાજ વૈષ્ણવ, અર્ચના ચૌહાણ અને અન્ય ગણમાન્ય હસ્તીઓ રહ્યા ઉપસ્થિત.

આ કાર્યક્રમના આયોજનને મનન દવે અને તેમની ટીમ દ્વારા સુપેરે સંપન્ન કરવામાં આવ્યો હતો. આ ગીત હમણા યુટ્યુબ પર અને અન્ય બધા જ ઓડિયો પ્લેટફોર્મ પર આવી ગયું છે. આપ સાંભળીને પ્રતિભાવ આપજો. આ ફિલ્મ આગામી નવેમ્બર માં આપના નજીક ના સિનેમા માં પહોંચે છે તો આપ પણ પહોંચી જજો….!

Song સાંભળવાં આ લીંક ઉપર ક્લિક કરો : https://youtu.be/bEjJgdUJ2zE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *