‘જીફા’ના હેતલ ઠક્કરે ડિરેક્ટ ગુજરાતી ફિલ્મ “માધવ”નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

નેલ્સન પરમાર :  ગુજરાતીમાં ફિલ્મો હવે સિનેમાઘરોમાં નવા રૂપરંગ સાથે રજૂ થઈ રહી છે અને નવા વિષય સાથે દિગ્દર્શકો અને કલાકારો નવી વાતો લાવી રહ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મો માટે છેલ્લા પાંચ વર્ષથી સતત જાણીતાં ગુજરાતી ફિલ્મ આઈકોનિક એવોર્ડ ( જીફાનું ) સફળ આયોજન કરનાર હેતલ ઠક્કર ખુદ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યા છે. એમણે ડિરેક્ટ કરેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘ માધવ’ સાથે તેઓ આવી રહ્યા છે. જે જેસ પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ છે. ત્યારે ‘જીફા’ના હેતલ ઠક્કરની આવનાર નવી ગુજરાતી ફિલ્મ “માધવ”નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

ગુજરાતી ફિલ્મ લોકો સુધી પહોંચે એ માટે ફિલ્મોના પ્રમોશન અને માર્કેટિંગમાં હવે ફિલ્મના નિર્માતાઓ અને કલાકારો પણ રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે જેથી ગુજરાતી ફિલ્મોના પ્રેશકો સુધી પહોંચે અને વધુમાં વધુ ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં જોવાય. આ જ પ્રકારની એક ગુજરાતી ફિલ્મ જેમાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનોડિયા સાથે આવી રહી છે જે પોલીસ ઓફિસરના નવા જ અવતારમાં જોવા મળશે ફિલ્મનુ નામ “માધવ” છે. જેમાં હિતુ કનોડિયા સાથે અન્ય કલાકારોમાં મેહુલ બુચ, વિશાલ શાહ, સલોની શાહ, સ્મિત પંડ્યા, ચેતન દૈયા, અતુલ લખાણી, તુષાર દવે, ધરતી વાઘેલા, કૌશિક વ્યાસ, હિતેશ ઠક્કર, આકાશ ઝાલા, સોનક વ્યાસ, નિસર્ગ ત્રિવેદી, આર જે લજ્જા, વિશાલ ઠક્કર, હિતાર્થ ઠક્કર, જીમી નંદા, રાજેશ ઠક્કર, વગેરે જેવા કલાકારો જોવા મળશે. ખાસ કનોડીયા પરીવારે ગુજરાતી સિનેમાને હંમેશા માટે સિંહફાળો આપ્યો છે. એટલે જ ફિલ્મના ડિરેક્ટર હેતલ ઠક્કર અને ક્રિએટિવ ડિરેક્ટર વિવેક ઠક્કર દ્રારા ફિલ્મના મુખ્ય અભિનેતા હિતુ કનોડિયાને “Iconic Star” નું બિરુદ આપ્યું છે. વધુમાં હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ચાલું છે અને નજીકનાં સમયમાં ફિલ્મ ફિલ્મ સિનેમા ઘરોમાં જોવા મળશે.

Madhav

ફિલ્મ પત્રકાર : નેલ્સન પરમાર ( ૭૮૭૪૪૪૯૧૪૯ )

 

 

Leave a Reply

%d bloggers like this: