નવસારીના એક ડોક્ટરને બદનામ કરવા કહેવાતા પત્રકાર દ્રારા બ્લેકમેઇલ કરતાં હોવાની ફરીયાદ ઉઠી છે

નેલ્સન પરમાર – પત્રકારનો ધર્મ હોય છે કે, સત્યની પડખે રહે, અને સચ્ચાઈ બતાવી તંત્રની આંખો ખોલે, પણ આજનું પત્રકારત્વ અને લાલચુ પત્રકારો એટલી હદે નફ્ફટ થઈ ગયા છે કે, નાગરીકોને બ્લેકમેઇલ કરવાનાં કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. આમ તો કહેવાતાં કેટલાંક પત્રકારોને કારણે પત્રકારોની છાપ ઓલરેડી ખરાબ થઈ ગઈ છે. લોકો ગોદી મીડીયા તરીકે જ ઓળખે છે એમાંય કેટલીકવાર એવા કિસ્સા સાંભળવા મળે છે જેનાંથી અન્ય સારા પત્રકારોનું પણ માથું શરમથી ઝુકી જાય. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નવસારીના એક જાણીતાં ડૉક્ટર. ફિઝિશીયન જેમણે રાત દિવસ જોયા વિના કોરોના મહામારીમાં નાગરિકોની સેવા કયી છે એવા ડૉક્ટર પર કોઇપણ આધાર પુરાવા વગર કહેવાતી એક ચેનલનાં પત્રકાર ખોટા આરોપો લગાવી બદનામ કરવાનાં ઈરાદે, ડૉક્ટરને ધમકી આપી બ્લેકમેઇલીંગ કરતાં હોવાની વાત જોવા મળી છે. ત્યારે આ બાબતની જીલ્લા કલેક્ટર શ્રી નોંધ લઈ યોગ્ય તપાસ કરી ડૉક્ટરને ન્યાય આપાવે અને ખોટી હેરાનગતિ બંધ થાય એ ખુબ જરુરી છે. પત્રકારનો આરોપ છે કે, આ ડૉક્ટર સાહેબ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરે છે. પણ જો આ માહિતી પત્રકાર પાસે છે તો પોલીસને કેમ જાણ નથી કરતો, કેમ પોતે જ ખોટી રીતે હેરાનગતિ કરે છે એ પણ સવાલ છે. જો આધર પુરાવા હોય તો ફરીયાદ કરે, પણ બ્લેકમેઇલ કરવા એ પત્રકારની ખોટી દાનત બતાવે છે. આ મુદ્દે અન્ય ડોક્ટરો પણ તેમના સ્પોર્ટમાં આવ્યાં છે. અને #I_support_Dr_ Dikesh_Patel શોશીયલ મીડીયા પર લખી રહ્યા છે. ડૉ. ભાગીરથ જોગીયાએ એક પોસ્ટ લખી આ મુદ્દે પ્રકાશ પાડ્યો છે.

Drdikan patel

ડો.ભગીરથ જોગિયા – શું હવે ડોક્ટરો પણ બ્લેકમેઇલ થશે?

નવસારી જિલ્લામાં કોરોનાની મહામારી સામે બાથ ભીડવામાં જેમનો સિંહફાળો છે એવા ચેસ્ટ ફિઝિશયન ડો.દિકેશ પટેલને છેલ્લા કેટલાક દિવસોથી ચોક્કસ પત્રકારોની ગેંગ દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા છે. અને પુરાવા? કોઈ જ નક્કર પુરાવાના આધાર વગર માત્ર ‘રેમડેસિવિરના કાળાં બજાર’ જેવાં પાયાવિહોણા આક્ષેપો મૂકીને એક ખ્યાતનામ ડોક્ટરની છબી બગાડવાની નાપાક કોશિશ થઈ રહી છે ત્યારે દરેક ડોક્ટરે અવાજ ઉઠાવવો ફરજિયાત છે એમ હું માનું છું. એક ચેસ્ટ ફિઝિશયનનું મૂલ્ય ફક્ત રેમડેસિવિર ઇન્જેક્શન જેટલું? જે ડોકટર પોતાના પરિવારને જોખમમાં મૂકીને, વીસ કલાક સતત દોડીને, પોતાના ટેલેન્ટ અને પરફોર્મન્સના જોરે સફળ થઈ શકતો હોય અને ધારે એ હોસ્પિટલમાં પોતાનું રાજ ઉભું કરી શકતો હોય એવા જીનિયસ તબીબને એક ઇન્જેક્શનના બે ચાર હજાર રૂપિયામાં કેટલો રસ હોઈ શકે?

ડો.દિકેશ પટેલને અમે છેલ્લાં એક વરસથી સતત દોડતા જોયા છે. એક હોસ્પિટલમાંથી બીજીમાં ને બીજીમાંથી ત્રીજીમાં ના જમવાનું ઠેકાણું, ના તો સુવાનું ઠેકાણું… એક ફોન કરતાની સાથે અડધો કલાકમાં સાહેબ હાજર હોય પોતાના દર્દીને જોવા માટે. એ ય પાછું બીજા ડોકટરોની જેમ દૂરથી ફક્ત સલામ નહિ. સ્ટેથોસ્કોપથી પુરેપુરુ ચેકઅપ. પોતાના ઉતરી ગયેલા માસ્ક કે કિટની ચિંતા કર્યા વગર એ દર્દીઓને તપાસતા રહે છે. આવા જોખમ તો આ વાતાવરણમાં દર્દીના સગાઓ પણ લેવા તૈયાર નથી હોતા. આવા તબીબે પોતાની સફળતાની ઇમારત ઉભી કરવામાં વરસો સુધી પરસેવો પાડ્યો હોય ને એ ઇમારત કોઈ લાલચુ માણસ પોતાની અંગત ઈર્ષા ને તેજોદ્વેષમાં ધ્વસ્ત કરી નાંખવાની કોશિશ કરતો હોય તો એ પાપ છે જ પણ, એવા સમયે ચૂપ રહેવું એ મહાપાપ છે.

One thought on “નવસારીના એક ડોક્ટરને બદનામ કરવા કહેવાતા પત્રકાર દ્રારા બ્લેકમેઇલ કરતાં હોવાની ફરીયાદ ઉઠી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *