નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન : 21મી જૂનથી દેશભરમાં વિનામૂલ્યે રસી આપવાની જાહેરાત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના કરોડો યુવાનોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આગામી તા.21મી જૂનથી દેશભરમાં વિનામૂલ્યે રસી આપવાની જાહેરાત કરી છે તેને આવકારતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાનના નિર્ણયના કારણે રાજયના 3.5 કરોડથી વધુ યુવાનોને કોરોનાની રસી વિનામૂલ્યે આપી સુરક્ષિત કરાશે. અત્યાર સુધી 18થી 44 વર્ષના યુવાનોને આપવામાં આવતી રસીનો ખર્ચ રાજય સરકાર દ્વારા તેના ભંડોળમાંથી કરવામાં આવતો હતો. રસીના બંને ડોઝ માટે અંદાજે 700 કરોડથી વધુનો ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવતો હતો. પરંતુ દેશના કરોડો નાગરિકોના હિતમાં કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજય સરકારને આર્થિક રીતે મોટો ફાયદો થશે.

આ પણ વાંચો : મંદિરના ગેટનો સળિયો છાતીમાં ઘુસી જતા બાળકનું મોત – ક્રિકેટ રમતાં બની દુર્ઘટના

18થી 44 વર્ષના યુવાનોને 21 મી જૂનથી વિનામૂલ્યે રસી આપવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ગોઠવવામાં આવશે તે મુજબ ગુજરાત પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવી રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાશે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે કોરોના રોગચાળો આવ્યો ત્યારથી વડાપ્રધાન મોદી 8 વખત દેશને સંબોધન કરી ચૂક્યા છે. આ વખતે વડાપ્રધાને 9મી વખત કોરોનાકાળમાં દેશના લોકોને સંબોધિત કર્યા હતા.

Leave a Reply

%d bloggers like this: