હાલની સ્થિતિ માટે સિસ્ટમ નહીં પણ વડાપ્રધાન મોદી જ જવાબદાર, સિસ્ટમ સુધારવા કે બદલવા ક્યારેય પ્રયત્ન કર્યો?

નેલ્સન પરમાર – કોરોના ની પરિસ્થિતિને લઈને હાલમાં મીડીયાએ સિસ્ટમને દોષ દેવાનું ચાલું કર્યું છે. તો કેટલાંક કહેવાતા લેખકોએ કોરોના અને પ્બલિકને દોષ દેવાનું ચાલું કર્યું છે પણ ધરાર કોઈ મોદીને દોષ દેતું હોય. પણ ખરેખર તો હાલની પરિસ્થિતિ માટે મોદી જ જવાબદાર છે. ગયા વર્ષે કેટલાક બુધ્ધિશાળી લોકો એ ચેતવણી આપી જ હતી કે, કોરોના ને ભારતમાં ગંભીર પરિસ્થિતિ આવી શકે છે પણ એ સમયે આપણા વડાપ્રધાન હોશિયારી મારતાં હતાં કે ના, ભારત સેફ છે કંઈ નહી થાય, ભલે ચેતવણી આપે, પોતાની જાત પર એટલું અભિમાન કે ન પુછો વાત, કોઈની વાત સાંભળવી નહી ને પોતાના મનની જ વાતો કરવી એજ, વડાપ્રધાનને ફક્ત ને ફક્ત વાહ, વાહ અને પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિમાં રસ ‌છે. જો આ બધું કરવાને બદલે યોગ્ય વ્યવસ્થા કરું હોત તો આજે આ દિવસો જોવાના વારો ન આવત, આટલું ઓછું હોય એમ બેજવાબદાર બની આપે બધાએ જોયું એમ રેલીઓ, સભાઓ લાખો લોકોને ભેગા કર્યા, વડાપ્રધાનને શરમ નહીં આવતી હોય? શું સતા જ સર્વસ્વ છે? સતા મેળવવા માટે લોકોની લાશો પરથી ગુજરવુ જરુરી છે. હાલમાં પક્ષિમ બંગાળની સ્થિતિ જોશો તો ખબર પડશે કે કેવી ભંયકર પરિસ્થિતિ થઈ છે. સાલું એક વડાપ્રધાન આટલું બેજવાબદાર ભર્યું વર્તન કેવી રીતે કરી શકે? ઊપરથી એમણે તો રોકવું જોઇએ કે અત્યારે ભીડ ભેગી ન થાય, પણ આ તો દો ગજ કી જુદી નો સંદેશ આપી પોતે જ એ કરે, આથી વધારે સરમની વાત શુ હોય? આખા દેશમાં ગુજરાત મોડલ નો ડંકો વગાડી સતા મેળવી અને હાલ પચ્ચીસ પચ્ચીસ વર્ષથી એમની જ સરકાર હોવા છતાં ગુજરાતની ભંયકર હાલત છે. કોઈ એક વ્યક્તિ કહીં દો મને કે, ગુજરાત ભષ્ટ્રાચાર મૂક્ત રાજ્ય છે. આટલાં વર્ષોમાં એ સિસ્ટમ જ ઉભી ન કરી શક્યા કે ભ્રષ્ટાચાર રોકી શકાય. પોતાના મંત્રીઓ જ ભ્રષ્ટાચારી હોય તો નીચે સિસ્ટમમાં બેઠેલાં લોકો પણ હોવાના જ, અને આજે આ કારણે જ આજે આવી પરિસ્થિતિ છે. કાળાંબજારી ની તો વાત જ ન કરો. ઇન્જેક્શન, ઓક્સિજન, હોસ્પિટલ, બેડ, હદ છે આ બધામાં કાળાંબજારી, આરોગ્ય મૌલિક અધિકાર પણ સરકાર નિષ્ફળ….! ને આ બધાં માટે વડાપ્રધાન જ જવાબદાર છે. એમણે ખાલી પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિમાં ધ્યાન આપ્યું અને ‌દેશને એવા એક મોટા ખાડામાં ધકેલી દીધો કે જેમાંથી બહાર આવતાં ખબર નહીં કેટલા વર્ષો લાગશે. ખેર સિસ્ટમની આડમા આ એક જવાબદાર વડાપ્રધાનને બચાવવાની કોશિશ ન કરો, આપણે જાણીયે જ છીએ કે ભારત નાનામાં નાની બાબત અચિવ કરે તોય મોદી હૈં તો મુમકીન હૈ, મોદીએ કર્યું એમ ચાલું પડું જાવ છો તો અત્યારે હાલની પરિસ્થિતિમાંટે મોદી કેમ ‌જવાબદાર નહીં…?

© નેલ્સન પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *