આસારામની કોરોનાની સારવાર માટે પુત્ર નારાયણ સાંઇએ ૨૦ દિવસના જામીન માંગ્યા

કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઇએ ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાગ્રસ્ત આસારામની સેવા કરવા માટે 20 દિવસના જામીન માંગ્યા છે. સુરતના આશ્રમમાં યુવતી પર દુષ્કર્મ ગુજારના કેસમાં સુરતની લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામા પુત્ર નારાયણ સાઇએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. પિતા આસારામ કોરોનાગ્રસ્ત હોવાથી પુત્ર તરીકે તેની સારવારની વ્યવસ્થા કરવા અને તેને મળવા માટે જામીનની માગણી નારાયણ સાઇએ કરી છે. અરજીની વધુ સુનાવણી ૨૬મી મેના રોજ મુકરર કરવામાં આવી છે.

નારાયણ સાંઇએ જામીન મેળવવા માટે રજૂઆત કરી છે કે આસારામને એલોપથી દવાથી મૃત્યુ નીપજી શકે છે તેથી આયુર્વેદિક દવાઓથી તેમની સારવાર કરવાની હોવાથી 20 દિવસના જામીન મંજૂર કરવા જોઇએ. નારાયણ સાંઇની જામીન અરજી પર વધુ સુનાવણી 26મેએ હાથ ધરાશે. નારાયણ સાઇએ જામીન અરજીમાં રજૂઆત કરી છે તે તેના પિતા આસારામને અત્યારે કોરોના થયો છે. આસારમ જોધપુર જેલમાં બંધ હોવાથી જોધપુર એઇમ્સમાં જેલતંત્ર દ્વારા તેની સારવાર થઇ રહી છે. ખાનગીમાં તેની સારવાર કરાવવા તેમજ પુત્ર તરીકે તેની સાર-સંભાળ માટે જામીન આપવા માગણી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૩માં સુરત આશ્રમમાં ૨૩ વર્ષની યુવતી પર દુષ્કર્મ કરવાના કેસમાં નારાયણ સાઇને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને તે હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે.

આ પણ વાંચો – પોલીસ સ્ટેશનમાં શાકભાજી વેચતાં યુવકનું મોત, રસ્તા પર ભીડ, લોકોમાં આક્રોશ

નારાયણ સાંઇ અને આસારામ પિતા-પુત્રએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. બન્નેનું જામીન માંગવાનું કારણ એક હોવા છતા તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આસારામે હાઇકોર્ટમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવા માટે જામીન માંગ્યા છે. તો નારાયણ સાંઇએ તેની જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે આસારામને એલોપથી સારવારથી મોત થઇ શકે છે તેથી આયુર્વેદિક સારવાર કરવાની છે અને સેવા કરવા 20 દિવસના જામીન આપવામાં આવે. આસારામની જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે આસારામે રાજસ્થાનની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જોકે, તેમની જામીન અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

Leave a Reply

%d bloggers like this: