નડિયાદ મિશન રોડ પરના જુનિયર ચર્ચમાં કોવિડ સેન્ટરનો આંરભ દરેક ધર્મના લોકોને મળશે લાભ

કોરોના કેસ વધતાં રાજ્ય ભરમાં અનેક લોકો, સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ મદદમાં આવી રહી છે એવી જ રીતે ખેડા જિલ્લાના નડિયાદમાં એક નવા કોવિડ આઈસોલેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. શહેરના મિશન રોડ ઉપર આવેલા જુનિયર ચર્ચમાં તમામ ધર્મના લોકો માટે આ સુવિધા તૈયાર કરવામાં આવી છે. આ માટે વધુ માહિતીમાં જણાવ્યું હતું કે, કોરોના આઈસોલેશન સેન્ટરમાં તમામ ધર્મના લોકો સારવાર લઈ શકશે. નડીયાદ શહેરના મિશન રોડ પર આવેલ જુનિયર ચર્ચ બિલ્ડીંગમાં કાલથી આઈસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઈન થયેલા નાગરિકો આ વ્યવસ્થાનો લાભ કેટલીક સામન્ય પ્રોસેસ બાદ મેળવી શકશે જેમાં, તેમને ડૉક્ટર તરફથી જેમને હોમ ક્વોરેન્ટાઈન થવાનું કહ્યું હોય એમને જ લાભ મળશે તેમણે કોરોના પોઝીટીવ સર્ટીફીકેટ, ડૉક્ટર નું હોમ ક્વોરેન્ટાઈન થવાનું સર્ટીફીકેટ, નજીકના સગાનું આધારકાર્ડ જમા કરાવવાનું રહેશે એ પછી અહી લાભ મેળવી શકશે અહીં રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તેમને આ સુવિધા ઉપરાંત ચાદર, પલંગ, ગાદલાં, બ્લેન્કેટ, જેવી બેઝિક જરુરિયાત અને સવારે નાસતા અને બે સમય ‌જમાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીના કપડાં-દવાઓ જેવી અન્ય સામન્ય બાબતો દર્દીના સગાએ જાતે વ્યવસ્થા કરવાની રહેશે. ખાસ વાત કે આ સેન્ટરમાં દર્દીને કોઇપણ પ્રકારની મેડીકલ સારવાર આપવામાં આવશે નહીં ફક્ત ને ફક્ત ઓક્સિજન લેવલ અને પ્રેસર માપવામાં આવશે જેથી કોઈ દર્દી ગંભીર પરિસ્થિતિ માં લાગે તો તાત્કાલિક વધારે સારવાર માટે હોસ્પિટલ ખસેડી શકાય.

હાલ આ નડીયાદ જુનિયર ચર્ચની પહેલને સમગ્ર ગુજરાતના ખ્રિસ્તી સમાજનાં લોકો તરફથી ખુબ આવકાર મળી રહ્યો છે અને આ કાર્યને બિરદાવી રહ્યા છે એ સિવાય અન્ય ધર્મના લોકો પણ આ સેવાને માટે બિરદાવી અભિનંદન પાઠવી રહ્યા છે.

Nadiad mission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *