પીઆઈએ જ કરી પત્નીની હત્યા : સળગાવી પુરાવા નાશ કર્યા હોવા છતાં ગુનેનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો

વડોદરાની ચકચારી સ્વીટી પટેલ ગુમ કેસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટુક સમયમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના એસીપીએ સ્વીટી હત્યાનો ભેદ ઉકેલઈ કાઢ્યો અને તેના પતિ પીઆઇ અજય દેસાઈ અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. મિત્રના હોટેલ પાછળથી મળેલા અવશેષો મહત્વના પુરાવા રહ્યા અને તેના કારણે પીઆઇ ભાગી પડ્યા અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી હતી. આવતીકાલે પીઆઇ અને તેમના સાગરીતને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જોકે બરોડા પોલીસે મૃતક સ્વીટીના અવશેષો કબ્જે કર્યા હતા. બીજી તરફ આ કેસ વધુ ચર્ચાસ્પદ બનતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને રાજ્યના ગૃહમંત્રીએ તપાસ સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બરોડા જઈ પોલીસે લીધેલા અવશેષો એફએસએલમાં મોકલ્યા હતા. એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં અવશેષો મૃતક સ્વીટીના હોવાનું ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ પીઆઇ અજય દેસાઈની પૂછપરછ કરતા આખરે પુરાવા જોઈ તે ભાગી પડ્યો અને પોપટની જેમ કબૂલાત કરી હતી. ઘટના એમ હતી કે, 11 જૂનના રોજ સ્વીટી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. વડોદરા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસ આ કેસમાં કશું ઉકાળી શકી ન હતી. આખરે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તપાસ એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો.

આ પણ વાંચો : અજણ્યા ફોન કોલ થી સાવધાન, છોકરી વીડિયો કોલ કરી બ્લેકમેઇલ કરી શકે છે.

ક્રાઇમ બ્રાન્ચ એસીપી ડી પી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પીઆઈ અજય દેસાઈએ કબૂલાત કરી હતી કે, 4 જૂને રાત્રે સ્વીટી સાથે ઝગડો થયો હતો. આખરે 12.30 વાગ્યે અજય ખૂબ આવેશમાં આવ્યા અને પત્ની સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આખી રાત લાશ પ્રયોશા સોસાયટીના મકાનમાં આવેલા બેડ રૂમમાં મૂકી રાખી હતી. 5 જૂને સવારે પીઆઈએ પોતાની બ્લેક જીપ કમ્પાસ પોતાના ઘરમાં રિવર્સ લીધી હતી અને લાશને બ્લેન્કેટ માં પેક કરી કારની ડિક્કી માં મૂકી હતી. સ્વીટી ગુમ છે તેવી ખોટી વાત સાળા ને કરી હતી. આખરે સાંજે અજયએ પોતાના મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદ લીધી અને તેની દહેજ હાઇવે પર આવેલી બંધ હોટેલના પાછળના ભાગમાં કાર લઈ જઈ લાશ સળગાવી દીધી હતી. આખરે આ અંગે અજય અમૃત દેસાઈ અને તેના મિત્ર કિરીટસિંહ દોલુભા જાડેજા સામે 302, 201 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

%d bloggers like this: