કોરના પછી આ મ્યૂકોરમાઈસિસ પણ જોખમી. 8 દર્દીઓની આંખ કાઢવી પડી. જાણો વધુ માહિતી

પરિસ્થિતિ એવી છે કે, હાલ દેશમાં અને ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ આ વાયરસ ઉપરાંત વધારે એક જોખમ સામે આવ્યું છે. જે લોકો કોરોના વાયરસો ભોગ બન્યા છે, અમને હવે નવો રોગ લાગુ થઇ રહ્યો છે. અને આ રોગ પણ ભયાનક છે, જેમાં સમયસર સારવાર ના મળવાથી આંખો પણ કાઢવાનો પણ વારો આવ્યો છે. જીવલેણ કોરોના વાયરસ બાદ તે દર્દીઓને મ્યૂકોરમાઈસિસ થવાનું જોખમ વધ્યું છે. માત્ર આટલું જ નહીં પરંતુ આ રોગના કારણે પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

આ પણ વાંચો – ફંગલ ઇન્ફેક્શન :- ફંગલ ત્વચા ચેપ શું છે? જાણો વધું માહિતી.

સુરતની વાત કરીએ તો માત્ર સુરતમાં જ પાછલા 15 દિવસની અંદર મ્યૂકોરમાઈસિસના 40 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી 8 દર્દીઓની આંખો કાઢવાનો વારો આવ્યો છે. અત્યારે ગુજરાતમાં સ્થિતિ એવી છે કે લોકોને નથી બેડ મળતા કે નથી ઓક્સિજન મળતો, રાજ્યની પ્રશાસન વ્યવસ્થા અને સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણ રીતે ભાંગી હોય એવી પરિસ્થિતિ છે. આ બધી સમસ્યાઓ ઓછી હોય એમ હવે આ આ બધા વચ્ચે હેવે એક નવી બિમારી સામે આવા લોકોમાં ભયનો માહોલ વધી રહ્યો છે. આ બિમારી પણ એટલી ઘાતક છે કે જો સમયસર સારવાર ના મળે તો,જે તે અંગે કાઢવાનો વારો આવી રહ્યો છે. ડોક્ટરોની માનીએ તો મ્યૂકોરમાઈસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જે નાક અને આંખથી થાય છે અને મગજ સુધી પહોંચે છે. ત્યાં સુધી કે દર્દીઓના મોત નિપજે છે. ગત વર્ષે કોરોનાની પહેલી લહેરમાં આ બિમારીની જાણકારી નહોતી મળી, પરંતુ બીજી લહેરમાં આ રીતના કેસ વધી રહ્યા છે.

જાણો આ વીડિયોમાં વધું માહિતી –

 

Leave a Reply

%d bloggers like this: