પરિસ્થિતિને અંકુશમાં લેવાં અને સંક્રમણની ચેઇન તોડવા વધુ પગલાં લેવા જરૂરી છે – હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે સમક્ષ હાથ ધરાયેલી કોરોના સુઓમોટોની સુનાવણીના આદેશમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નોંધ્યું છે કે રાજ્ય સરકારે ૨૭મી એપ્રિલના રોજ પરિપત્ર જાહેર કરી વિવિધ પ્રતિબંધો લાદ્યા છે, પરંતુ કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે આ પગલાં પૂરતા નથી. વર્તમાન પરિસ્થિતિને અંકુશમાં લેવાં અને સંક્રમણની ચેઇન તોડવા વધુ પગલાં લેવા જરૂરી છે, તેમજ લોકોને પણ સજાગ કરવાના પ્રયત્નો કરવામાં આવે કે તેઓ બિનજરૂરી રીતે બહાર ન નીકળે. અમે આ અંગે કોઇ નિર્દેશો કે ભલામણ કરવા નથી માગતા પરંતુ સરકાર બહોળા જાહેર હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે.

ગઇકાલની સુઓમોટો સુનાવણીના આજે જારી થયેલા આદેશમાં ખંડપીઠે નોંધ્યું છે કે સંક્રમણની ચેઇન તોડવા અંગેના પ્રતિબંધો વિશે અમે કોઇ નિર્દેશ કે ભલામણો કરવા માગતા નથી, પરંતુ રાજ્ય સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને કોઇ નિર્ણય કરે તે જરૂરી છે. જો લોકો બિનજરૂરી બહાર નીળતા રહેશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આંટાફેરાં કરતા રહેશો તો સંક્રમણની ચેઇન તોડી શકાશે નહીં. આવાં લોકોને અટકાવવા કોઇ પગલાં લેવામાં નહીં આવે તો અન્ય નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે.

આ પણ વાંચો – અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નો પાર્કિંગના નામે પોલીસ વાહન જપ્ત કરી શકશે નહી – હાઈકોર્ટ

આ ઉપરાંત કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે કે દરેક શહેરમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય હોસ્પિટલમાં લોકોને આર.ટી.પી.સી.આર. ટેસ્ટની સુવિધા વિશે પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા માહિતી આપવામાં આવે. અને તેમને ટેસ્ટિંગની સુવિધઆ જલદીથી કેવી રીતે મળી શકે તે અંગે પણ માહિતગાર કરવામાં આવે. રકોર્ટે રાજ્ય સરકારને ઓક્સિજન વ્યવસ્થાપન, આર.ટી.-પી.સી.આર. ટેસ્ટિંગ સુવિધા, રેમડેસિવિર, જી.એમ.ડી.સી.ની ધન્વંતરિ હોસ્પિટલ, હોસ્પિટલોમાં ખાલી બેડનો રિયલ ટાઇમ ડેટા વગેરે ૧૦ મુદ્દાઓ પર વિગતવાર સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો છે. હવે જોવાનું રહેશે કે, આગળ શું કાર્યવાહી થાય છે.

Leave a Reply

%d bloggers like this: