તો તૈયાર થઈ જાવ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. સમય છે ૫ વાગે

આપને જણાવી દઈએ કે, દેશના ઘણા રાજ્યોમાં આજથી અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે દેશના લોકોએ કોરોના પ્રત્યે બેદરકાર રહેવાનું શરૂ ન કરવું જોઈએ, તેથી જ પીએમ મોદી દેશ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં સંબોધન અંગેની જાણકારી આપવામાં આવી હતી. PM મોદી પ્રજાજોગ સંબોધન સાંજે 5 વાગે કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે દેશને સંબોધશે. PMOએ ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે. જોકે મોદીનું સંબોધન કઈ બાબતે રહેશે, તે ટ્વિટમાં સ્પષ્ટ કરવામં આવ્યું નથી. કોરોનાના સમયમાં આ વડાપ્રધાનનું દેશને 9મું સંબોધન હશે.

અત્યાર સુધી આઠ વખત સંબોધન : 

પ્રથમ: 19 માર્ચ 2020- 29 મિનિટનું ભાષણ, જનતા કરર્ફ્યૂની અપીલ
બીજુ: 24 માર્ચ 2020- 29 મિનિટનું ભાષણ, 21 દિવસના લૉકડાઉનની જાહેરાત
ત્રીજુ: 3 એપ્રિલ, 2020- 12 મિનિટનો વીડિયો મેસેજ, 9 મિનિટ લાઇટ બંધ કરવાની અપીલ
ચોથુ: 14 એપ્રિલ, 2020- 25 મિનિટનું ભાષણ, દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારાયુ
પાંચમુ: 12 મે 2020- 33 મિનિટનું ભાષણ, આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ
છઠ્ઠુ: 30 જૂન, 2020- 17 મિનિટનું ભાષણ, અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત
સાતમુ: 20 ઓક્ટોબર 2020, બિહારમાં વોટિંગના 8 દિવસ પહેલા તેમણે અપીલ કરી- જ્યાર સુધી કોરોનાની દવા નહી, ત્યાર સુધી ઢિલાશ નહી
આઠમુ: 20 એપ્રિલ 2021- 19 મિનિટનું ભાષણ, રાજ્યોને કહ્યુ કે દેશને લોકડાઉનથી બચાવવાનું છે. સરકાર તેને અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે.

Leave a Reply

%d bloggers like this: