નેલ્સન પરમાર – કાલની તમે જાહેરાત જોઈ હશે જેમાં મીડીયાએ મુક્યું છે કે, પી.એમ મોદીએ પોતાની રેલી દર કરી, મીડીયા આ વાત જાણે બહુ મહાન કામ ન કર્યું હોય એ રીતે બતાવ્યું આમ તો શરમ આવવી જોઇએ પીએમ ને પણ જવા દો, નથી આવતી. દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. આવા સમયે આ પ્રધાનમંત્રી મે ચૂંટણી પ્રચાર સિવાય કશું કર્યું નહીં.
ઈલેકશન કમિશન પણ ચોર છે. પ્રધાનમંત્રી કહે એટલું જ કરતાં હોય એવું લાગે છે. સ્વતંત્રતા જેવું કંઈ રહ્યું નથી એમનામાં, નૈતિકતાનો અભાવ છે. ઈલેકશન કમિશનને શરમ આવવી જોઇએ કે એમની સામે જ જગ જાહેર નિયમોની ઐસીતૈસી કરી છતાં કોઈ પગલાં ન લેવાય, અરે તમારામાં કાર્યવાહી કરવાનો દમ ન હોય અને એટલી જ બીક લાગતી હોય તો રાજીનામું આપી ઘરનાં ખુણે ભરાઇ જાવ ને.
ચૂંટણી પંચે શું કર્યું તો હવે ધીરે-ધીરે રહી. પ્રધાનમંત્રીએ રેલી રદ કરી એટલે જાણે કે ઉંઘમાં થી ઉઠ્યાં હોય એમ તાત્કાલિક અસરથી પશ્ચિમ બંગાળમાં રોડ શો અને વાહન રેલી પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિબંધની સાથે ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે, ઘણા રાજકીય પક્ષના ઉમેદવારો જાહેર કાર્યક્રમોમાં સલામતીનાં ધારાધોરણોનું પાલન કરતા નથી. ચૂંટણી પંચે કહ્યું કે કોઈપણ વિધાનસભામાં 500 થી વધુ લોકો હાજર રહી શકશે નહીં. અરે પણ અત્યાર સુધી ક્યાંય મરી ગયા હતાં? પાલન ન થતૂ હોય તો તમારી પાસે સતા નથી પાલન કરવાની? આ તો કોર્ટ વચ્ચે આવી એટલે અચાનક તમારી ઉંઘ ઉડી ગઇ. અમલીકરણ માટે ગુરુવારે ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ચૂંટણી દરમિયાન કોર્ટે એન્ટી કોવિડ પ્રોટોકોલના અમલીકરણની વિનંતી કરતી ત્રણ પીઆઈએલની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે, કોવિડ સુરક્ષા અંગે પરિપત્રો જારી કરવા અને મીટિંગો યોજવી પર્યાપ્ત નથી અને નિયમોના અમલના પગલા અંગે શુક્રવાર સુધી એફિડેવિટ દાખલ કરવી જ જોઇએ. કોર્ટે કહ્યું, ‘ભારતીય ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળમાં તેના અધિકારીઓએ તેમના પરિપત્રો બહાર પાડ્યા છે તે રેકોર્ડ પર રાખવામાં આવેલી આ સામગ્રીથી અમે સંતુષ્ટ નથી.’
દેશમાં સતત વધી રહેલા કોરોના કેસની વચ્ચે ઘણા મોટા શહેરો અને રાજ્યોમાં ઓક્સિજનની ઉણપ ઊભી થઈ હોવાના કારણે ઘણા દર્દીઓને સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવવો પડી રહ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે, આ બધાની વચ્ચે આજે દેશમાં ઓક્સિજનની સપ્લાયના મુદ્દે આજે પીએમ મોદી એક મહત્વની બેઠક કરી હતી જે અત્યાર સુધી રેલીઓ કરતાં પણ હવે રેલઘ આવ્યો એટલે નૌટંકી ચાલું કરશે. ઈલેકશન કમિશન, વડાપ્રધાન શેમ ઓન યુ.