રાજસ્થાન : ચિત્તોડગઢમાં ગૌવંશ લઈને જઈ રહેલા યુવકો સાથે મોબ લિન્ચિંગ, એકનું મોત. પોલીસ તપાસ ચાલું

રાજસ્થાનમાં એક વખત ફરીથી ગૌવંશના નામે નિર્દોષની હત્યાનો કેસ સામે આવ્યો છે. ગૌવંશ લઈને જતાં વ્યક્તિ પર હુમલો કરીને કાયદાને પોતાના હાથમાં લેવો જાણે રિવાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનમાં અસમાજિક તત્વો કાયદાના કોઈ જ ડર વગર હત્યાઓ કરી રહ્યાં છે. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં રવિવારે મોડી રાતે કેટલાક લોકોએ ગૌવંશ લઈને મધ્ય પ્રદેશ જઈ રહેલા 2 યુવકો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચી છે. આ કેસમાં કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

Rajasthan

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં રવિવારે મોડી રાતે કેટલાક લોકોએ ગૌવંશ લઈને મધ્ય પ્રદેશ જઈ રહેલા 2 યુવકો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચી છે. આ કેસમાં કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે પીડિત યુવક કૃષિ કાર્ય માટે બેગૂં ગામ ખાતેથી 3 બળદ લઈને મધ્ય પ્રદેશ પોતાના ગામ જઈ રહ્યો હતો. 13-14 જૂનની મધ્ય રાત્રિએ ચિત્તોડગઢ જિલ્લાના બિલખંડા ચાર રસ્તા પાસે કેટલાક લોકોએ તેમના પર ગૌવંશ તસ્કરીનો આરોપ મુકીને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. ચિત્તોડગઢના પોલીસ અધિકારી દીપક ભાર્ગવના કહેવા પ્રમાણે ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એક યુવકે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ કેસમાં 7-8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. યુવકોએ કૃષિ કાર્ય માટે બળદ ખરીદ્યા હતા પરંતુ તેમના પાસે કોઈ દસ્તાવેજો નહોતા માટે પૃષ્ટિ કરવા પશુઓના વેપારીઓને બોલાવવામાં આવ્યા છે.

Leave a Reply

%d bloggers like this: