ખ્રિસ્તીઓ પર થતાં હુમલા, અને ખોટા આરોપો બાબતે લધુમતી હીતોનું રક્ષણ કરવા નેલ્સન પરમારે લધુમતી આયોગને પત્ર લખ્યો.

  • ” આજનાં ૧૮ ડિસેમ્બર લઘુમતી અધિકાર દિવસ પર લઘુમતી આયોગને જાહેર પત્ર “

‘લઘુમતી આયોગ’
રાષ્ટ્રીય અને રાજ્ય ( ભારત અને ગુજરાત )

વિષય : લઘુમતી સમુદાયના હિતોનું રક્ષણ કરવા બાબતે. જે તમારું કામ જ છે.

સવિનય જણાવવાનું કે, પાછલાં ઘણાં સમયથી, ભાજપ સરકાર આવ્યા પછી તો વધારે જ ખ્રિસ્તી સમુદાય પર વાંરવાર થતાં હુમલા, અને ખોટા આરોપ/ ધર્માંતરનાં ખોટા આરોપ લગાવી જ્યા ત્યાં કેસો કરવા, હેરાન કરવા, કહેવાતા સંગઠનો દ્વારા વારંવાર ચર્ચ, અને ખ્રિસ્તી સામજ વચ્ચે જઈ ગુડ્ડીગીરી કરવી, કાયદો હાથમાં લઈ ગમેતેમ હેરાન કરવા જેવી બાબતો ઘણી ધ્યાનમાં આવેલી છે શું આ બધું તમને દેખાતું નથી? તમે ત્યાં બેઠાં બેઠાં કરો છો શું? આંખો આયોગ બનાવી ને પણ જો આવા હૂમલા ન રોકી શકતા હોવ, ધર્મ સ્વતંત્રતા ને પાલન ન કરાવી શકતા હોવ તો પછી મતલબ શું છે? અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ આવી ઘટનાઓ વધુ બની રહી છે ત્યારે આપનું સ્ટેન્ડ શું છે એ તો ક્લીયર કરો?

ભારતમાં દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ લઘુમતી અધિકાર દિવસ મનાવવામાં આવે છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે સમાન અધિકાર અપાવે છે અને બંધારણે ભાષાકીય, જાતીય, સાંસ્કૃતિક અને ધાર્મિક લઘુમતીના અધિકારોના રક્ષણો માટે કેટલાય ઉપાયો સ્વીકાર્યા છે. રાજ્ય આયોગનું કામ બંધારણ અને સંસદ અને રાજ્ય વિધાનસભાઓ દ્વારા લાગૂ કરવામાં આવેલા કાયદાઓ દ્વારા આપવામાં આવતા લઘુમતીઓના હિતોનું રક્ષણ અને સંરક્ષણ કરવાનું છે. એટલા માટે ભારતમાં લઘુમતી અધિકાર દિવસ 18 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. પણ શું ખરેખર આવું થાય છે?

“ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે કોઈ પણ ધર્મને માની શકે છે.”

“દેશ કે રાજ્યમાં કોઈ પણ એક ધર્મને પ્રધાનતા ન આપી શકાય. પ્રત્યેક વ્યક્તિ પોતાની આવક, નૈતિકતા અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડ્યા વગર ગમે તે ધર્મનું પાલન કરી શકે છે

પરંતુ આપણા દેશમાં એવું લાગતું નથી. કેમ કે દેશી સરકાર તેમજ કેટલાક રાજ્યની સરકારો માત્ર એક ધર્મને પ્રમોટ કરી રહી છે.”

આ રીતે તેઓ સીધી કે પરોક્ષ રીતે બંધારણનું ઉલ્લંઘન કરે છે. ત્યારે આપનું ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું છે?

આપણું બંધારણ દરેક નાગરિકને તેમના ધર્મ અને પરંપરાઓનો મુક્તપણે પ્રચાર, અભ્યાસ અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર ( અનુ .૨૫ થી ૨૮ )

બંધારણે આપેલા ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28) તમે કે સરકારે વાંચેલ નથી?

બંધારણ અઘિકાર આપે છે કે,
અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા, આચરણ અને પ્રચાર કરવાની માન્યતા.
ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા.
ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ.
ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા.

ભારતના બંધારણે આપેલા અધિકારોનૂ સરખી રીતે પાલન થાય અને ખ્રિસ્તી સમુદાય પર થતાં ખોટા હુમલો બંધ થાય એવી રજૂઆત કરીએ છીએ.

બીડાંણ :
મીડીયા રીપોર્ટ :
વિદેશી મીડીયાને આ બધું દેખાય છે તો શું આપની નજરમાં નથી આવતું : https://gujaratexclusive.in/what-is-the-international-media-writing-about-the-attack-on-christians-in-india/

© નેલ્સન પરમાર

7874449149

Leave a Reply

Your email address will not be published.