અર્ધજાગૃત મનની શક્તિઓ – જહાન્વી પરમાર

જહાન્વી પરમાર – અર્ધજાગૃત મનની શક્તિઓ વિશે જાણી તમે તમારા જીવન ને સંપૂર્ણ રીતે બદલી શકો છો. તમારો પાવરફુલ મસ્લસ અને ખરાબ દુશ્મન એ તમારો અર્ધજાગૃત મન છે એટલે હંમેશા એને સારી રીતે અને પોઝીટીવ સૂચનો સાથે ટ્રેન કરો જેથી તમે તમારી જીંદગી ના દરેક સપનાએ પૂરા કરી શકો. “અર્ધજાગ્રત મન, કુદરત તરફ થી માણસને મળેલી આશ્ચર્યજનક ભેટ છે.” તમને રાજા અલ્લાઉદીનના જાદુઈ ચિરાગની ખબર છે? અલ્લાઉદીન પાસે એક જાદુઈ ચિરાગ હતો, એના પર તે આંગળી ઘસે, એટલે એમાંથી જીન પ્રગટ થાય, અને પૂછે, “બોલ, માગ, માગે તે આપું.” પછી રાજાને જે જોઈતું હોય તે માંગે, અને જીન તરત જ એ વસ્તુ હાજર કરી દે. આવો જાદુઈ ચિરાગ આપણને મળી જાય તો, કેવી મજા આવી જાય ! હું તમને જણાવું કે આવો જાદુઈ ચિરાગ આપણી પાસે છે જ. ક્યાં છે, કહું? ભગવાને દરેક માણસને અર્ધજાગ્રત મન (Subconscious mind) આપ્યું છે, અને આ અર્ધજાગૃત મન એ આપણો જાદુઈ ચિરાગ છે. એની પાસેથી તમે ઈચ્છો તે બધું જ મેળવી શકો છો.

આવો જાણીયે કેવી રીતે અર્ધ જાગ્રત મન (subconscious mind) તમારા પ્રશ્નો નો ઉકેલ લાવવામા મદદરુપ થાય છે.કેવા ઉપાયો થી કે કેવી ટ્રીકથી આપણે આપણી તકલીફો નો અંત લાવી શકીએ છીએ. ખજાનો તમારી અંદર છે. તમારું અર્ધજાગૃત મન તમારુ જાદુઈ ચિરાગ છે. દરેક યુગના મહાન વ્યક્તિઓ ની સફળતા નું રહસ્ય એ હતું કે એમને અર્ધજાગૃત મન (subconscious mind )ની પ્રચંડ શક્તિઓ ની જાણ હતી. તેઓ તેમના સતત સંપર્ક મા રહિ એ શક્તિ નો ઉપયોગ કરતા હતા. અને પોતે ઇચ્છિત પરિણામ મેળવી શકતા હતા. મનોવિજ્ઞાનીએ અને ઘણા શોધકર્તાઓ એ લોકો પર ઘંણા પ્રયોગ કર્યા છે અને એમા ૧૦૦% સફળતા મળી છે. અર્ધજાગૃત મનની રસપ્રદ વાત એ છે કે એ આપણા જીવન પર ૯૫% કંટ્રોલ રાખે છે. મતલબ આપણા જીવનમાં બનતી ઘટનાઓ પાછળ અર્ધજાગૃત મન નો હાથ છે.
સવારે જાગતા ની સાથે નો પહેલો વિચાર અને સુતા સમયે આવતો છેલ્લો વિચાર એ આપણા અર્ધજાગૃત મન ના પ્રોગ્રામ મા ડાઉનલોડ થાય છે અને એ જ પરિસ્થિતિ નું નિર્માણ થાય છે. આ સમય અર્ધજાગૃત મન ખૂબ જ એકટીવ અને સજાગ હોય છે.તમે જાગ્રત મન દ્વારા વારંવાર જે વિચાર કરો છો તે તમારા અર્ધજાગ્રત મનમાં ઉતરી જાય છે અને પછી તમારા વિચારો જેવા હોય તે રીતે બહાર આવે છે। તમે સારા વિચાર કરશો તો સારું બનશે અને ખરાબ વિચાર કરશો તો ખરાબ બનશે। એક વખત તમારું અર્ધજાગ્રતમન એક વિચારને , કલ્પનાને સ્વીકારી સ્વીકારી લે છે પછી તેના પર તે અમલ કરવાનો ચાલુ કરી દે છે. આશ્ચર્યની વાત તો એ છે કે અર્ધજાગ્રતમન સારા અને ખરાબ બંને વિચારો માટે સરખી રીતેજ કાર્ય કરે છે. આપણે જો નકારાત્મક વિચારો કરીએ તો નિષ્ફળતા અને દુઃખ મળે છે. પણ જો હકારત્મક વિચારો કરીએ તો સફળતા ,સુખ અને સમૃદ્ધિ મળે છે.

અર્ધજાગૃત મન (Subconscious mind )એ આપણા શરીર નું નિર્માતા છે. દરરોજ રાતે આપણે એક વિચાર સાથે સુઈએ મારુ શરીર તંદુરસ્ત છે, એનરજેટીક છે, મારુ શરીર રોગ રહિત છે. તો આ વિચાર તમારા subconscious mind પાસે જશે અને આખી રાત એ વિચાર પર એ કામ કરશે.
“દરેક વિચાર એક કારણ છે અને દરેક પરિસ્થિતિ એક પરિણામ છે.”તમારો આ વિચાર એ પરિસ્થિતિ ને નિર્માણ કરશે. અને તમે ખરેખર એક તંદુરસ્ત શરીર નું નિર્માણ કરશો. પરંતુ આ પ્રક્રિયા દરરોજ સુતા પહેલા કરવાથી તમને પોઝીટીવ રીઝલ્ટ જલ્દી મળશે. સુતી વખતે આપણું subcoumind 1000 ગણા સ્પીડ થી કામ કરતું હોય છે. આપણું અર્ધજાગ્રત મન ક્યારેય આરામ કરતુ નથી , તે ક્યારેય સુઈ જતું નથી , તે તો હંમેશા કામ કરતુંજ રહે છે. તમારા સપનાઓ તમારા ગોલ ને રાત્રે સુતા પહેલા તમારા અર્ધજાગ્રત મન ને કહીને જ સુઓ. પરંતુ ધ્યાન રહે તમારા સૂચનો હંમેશા પોઝીટીવ શબ્દો મા જ હોવા જોઈએ. દરરોજ આમ કરશો તો બહુ જલ્દી તમારા ગોલ પૂરા થતા તમને જોવા મળશે. સફળતા તમારા પગના હશે. અને તમારી તકલીફ – સમસ્યાઓ હંમેશા માટે દૂર થઇ જશે. અર્ધજાગ્રત મન ની શક્તિ અનંત છે, તે એક દૈવી શક્તિ છે , તે આપણી અંદરનો ભગવાન છે. અર્ધજાગ્રત મનનું જોડાણ અનંત દિવ્ય શક્તિ સાથે છે. અમેરિકન મનોવિજ્ઞાનના પિતામહ વિલિયમ જેમ્સે કહ્યું છે ” વિશ્વને ડોલાવવાની શક્તિ તમારા અર્ધજાગ્રત મનમાં પડેલી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *