મેથોડિસ્ટ યુથ ફેલોશિપ, કઠલાલ ડિસ્ટ્રીક્ટ દ્વારા ૨૬ ડિસેમ્બરે મેડીકલ/રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ખ્રિસ્તી/મેથોડિસ્ટ સમાજની વસ્તી આવેલી. જેમાં મેથોડિસ્ટ સમાજની યુવાનો માટે કરતી એક પાંખ એટલે મેથોડિસ્ટ યુથ ફેલોશિપ ( MYF ) પણ છે. જે સામાજિક કાર્પ સાથે પણ જોડાયેલ છે. મેથોડિસ્ટ યુથ ફેલોશિપ, કઠલાલ ડિસ્ટ્રીકટ દ્વારા આ વર્ષ નાતાલની ઉજવણી વિશેષ રીતે ઉજવણી કરવાનું આયોજન કરેલ છે જેમાં તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ મેથોડિસ્ટ ચર્ચ કઠલાલમાં ” ‘મેડીકલ સિમેનાર અને રકતદાન શિબિર’નું આયોજન કરેલ છે. જેમાં જાહેર જનતાને પણ રક્તદાન કરવા માટે આમંત્રણ આપેલ છે.

Methodist Youth fellowship MYF Kathlal

 

ખ્રિસ્તી સમાજનો તહેવાર નાતાલ ( ક્રિસમસ )નો તહેવાર તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ આખી દુનિયા ઉજવી રહી છે ત્યારે અલગ અલગ દેશમાં, રાજ્યમાં અને દરેક જગ્યાએ ક્રિસમસ દિવસની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે. એટલું જ નહીં પણ આખો ડિસેમ્બર મહિના દરમિયાન દિવસ ખાસ કંઈને કંઈ ઉજવણી કરવામાં આવે છે. આખો મહિને ઉત્સવોથી ભરેલો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *