હવામાન વિભાગની આગાહી : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે

હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી આપી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જો કે, અમદાવાદમાં પણ છુટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજયમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજા તરફ અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે અને આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત છે. આ ઉપરાંત દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેશે. હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસદની સંભાવના નહીવત વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં મોડી રાત્રે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત અનુભવી હતી.અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાંબેલાધાર વરસાદ ખાબકતા કેટલાક ખેતરો પાણીથી ભરાય ગયા હતા. અહીં આવેલી સૌથી મોટી શેત્રુંજી નદીમા પણ નવાનીર પાણીની આવક થતા સમગ્ર વિસ્તારમા લોકોમા ખુશી જોવા મળી રહી છે. કેટલાય સમયથી શેત્રુંજી નદી ખાલી ખમ હતી, પરંતુ આજે નવા નીર આવતા આસપાસની ખેતી પણ મુજબત થવાની આશાએ લોકોનું મનોબળ વધુ મજબૂત થયુ છે.

આ પણ વાંચો : ભારતનું આ પણ એક  ગોલ્ડન ટેમ્પલ :  બૌદ્ધ મંદિર ( પેગોડા) વિશે. વૈશ્વિક વિપશ્યના પેગોડા

રાજ્યના 23 જિલ્લામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં દોઢ ઈંચ અને વલ્લભીપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 12.59 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં અત્યારસુધી 5.11 ઈંચ જ્યારે અમદાવાદ જિલ્લામાં 3.74 ઈંચ સરેરાશ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. શહેરમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં બફારો વધ્યો છે. લોકો બફારાથી પરેશાન થઈ રહ્યાં છે.

Leave a Reply

%d bloggers like this: