પુરુષ અને મેનોપોઝ – શુ પુરુષોને મેનોપોઝ આવે? – જહાન્વી પરમાર

જહાન્વી પરમાર – સ્ત્રીઓને આવતો મેનોપોઝ વિષે સહુ કોઈ જાણે છે. પરંતુ શું પુરૂષોમાં પણ મેનોપોઝ જેવી કોઈ માનસિક પરિસ્થિતિ આવતી હશે ખરી? શું એક પુરૂષ પણ તેનામાં આવી રહેલા કોઈક બદલાવ સામે જાણતા-અજાણતામાં લડતો હશે? શું તેને સમજાતુ હશે કે આ મેનોપોઝનો પીરિયડ છે? મેનોપોઝ એ વાસ્તવમાં છે શું? કોઈ શારિરીક ફેરફાર, સામાજીક ફેરફાર કે માનસિક ફેરફાર? સાવ સાદી ભાષામાં અને એક વાક્યમાં કહું તો મેનોપોઝ એટલે હોર્મોનલ ચેન્જીસ. તો શું હોર્મોનલ ચેન્જીસ માત્ર સ્ત્રીઓમાં આવી શકે, પુરૂષોમાં નહીં? ખેર, મુશ્કેલી મેનોપોઝની નથી, મુશ્કેલી સમજની અને સ્વીકારની છે. અને એ ક્યાંથી શરૂ થાય?

સ્ત્રીઓના મૅનોપૉઝ અંગે તો જાગૃતિ આવી રહી છે.પણ પુરુષના એન્ડ્રોપૉઝ પ્રત્યે ભયંકર દુર્લક્ષ પ્રવર્તે છે.સ્ત્રીઓનુ મૅનોપોઝ વધુ પડતુ બ્લીડીંગ અને બીજી સાયકોસોમેટીક સમસ્યાને કારણે દેખાઈ આવે છે.પણ બિચારો પુરુષ.
ચૂપચાપ સહેતો રહે છે. પુરુષોમા આવતા શારીરિક અને માનસિક ચેંજીસ પ્રત્યે વધુ જાગૃતતા આવી નથી.પણ પુરુષ
એ પણ માણસ છે ને એને પણ એક ઉંમરે હોર્મોનલ ઇમબેલેન્સ થઈ શકે અને એ પણ સાયકોસોમેટીક ડિસીઝનો ભોગ બની શકે છે.એને પણ એ વખતે માનસિક સધિયારો જોઈએ છે. સ્ત્રીઓના મેનોપોઝ વિશે આપણે ચિંતા પણ કરીયે છિએ અને તેનો મુક્ત મને સ્વીકાર પણ કરીયે છિયે. પણ પુરુષોમા આવતા હોર્મોનલ ચેંજીસ વિશે આપણું જ્ઞાન કેટલું છે અને કેટલું સ્વીકારીએ છિએ?

ચલો જાણીયે કે મેલ મેનોપોઝ શું છે? તેની symptoms શું છે?

મહિલાઓ ને જે મેનોપોઝ આવે છે ત્યારે અમુક સમય માટે એક ખરાબ માનસિક અવસ્થા માથી પસાર થાય છે. મેનોપોઝ આવ્યા બાદ સ્ત્રીઓ મા માસિક રજોદર્શન બંધ થઈ જાય છે જેના લીધે એ માતા બની શકતી નથી. એવી જ રીતે મેનોપોઝ પુરુષો મા પણ આવે છે . તેને “એન્ડ્રોપોઝ” કહેવાય છે. પુરુષમા એન્ડ્રોપોઝ ત્યારે આવે જ્યારે ૪૫ ની ઉંમર બાદ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનુ પ્રોડકશન ઘટે છે.એન્ડ્રોપોઝ સ્ત્રીને થતા મેનોપોઝ જેવું જ હોય છે. જેના કારણે પુરુષના શરૂઆતમા શારીરિક, માનસિક અને સેકસ્યુઅલ ચેંજીસ આવે છે. પુરુષમાં ડિપ્રેશનનુ પ્રમાણ પણ વધે છે. ઉંઘ પુરી થતી નથી. ચેસ્ટ પર ચરબી ના થર વધવાનું શરુ કરે છે. વાળ ખરે છે. વૃષ્ણ સાઈઝ નાની થતી જાય છે. આત્મવિશ્વાસ નો ઘટાડો થાય છે.

આ પણ વાંચો – વોટ્સએપ સરકાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં આઈટી નિયમો પર રોક લગાવવાની માંગ.

મેનોપોઝ અને એન્ડ્રોપોઝ વચ્ચે ઘણા તફાવત છે. મેનોપોઝ સ્ત્રીની રજો દર્શનની સાઇકલનો એન્ડ છે જ્યારે એન્ડ્રોપોઝ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનની માત્રા ધીમે ધીમે ઘટાડે છે. તેમજ એન્ડ્રોપોઝના સિસ્ટમ અને પરિણામ પણ ઘણીવાર અલગ અને અસ્પષ્ટ હોય છે. એન્ડ્રોપોઝ ના તબક્કા મા દરેક પુરુષ મા તેના symptoms વધતા ઓછા પ્રમાણમા અલગ અલગ હોય છે. આ પરિસ્થિતિમા પુરુષ પિતા બની શકે છે. પણ એ સમયે sparmની ગુણવા નબળી હોવાથી બાળક જન્મ લે તો જુદા જુદા રોગ થઈ શકે છે

પુરુષ ના મેનોપોઝ સમયમા શારીરિક , માનસિક અને જાતિય સમસ્યાઓ ઉદ્દભવે છે.

એન્ડ્રોપોઝના લક્ષણો

– એનરજી ને અભાવ ( lack of energy)
– હતાશા (Depressione)
-ચીડિયાપણુ ( Mood Swing)
-શરીર મા ચરબી નો વધારો
-સેકસ ડ્રાઈવ મા ઘટાડો (અથવા વધારો)
-ક્રોધ , ચિંતા, આક્રમકતા
– સ્નાયુ નબળા થવા
– યાદશકતિ નબળી
-પ્રેરણા મા ઘટાડો
– ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
– ગાયનેકોમાસ્ટિયા અથવા છાતી પર ચરબી નો વધારો
– અનિદ્રા
-વંધ્યત્વ
– હાડકા નબળા થવા

પુરુષના મેનોપોઝના આવા લક્ષણો દેખાય તો સારા ડોકટર ને કંસલ્ટ કરવા. એકવાર નિદાન થયા પછી ટેસ્ટોસ્ટેરોનને સામાન્ય સ્તરે પાછો મેળવવો.

સારવારના વિકલ્પો

– ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી (TRT)
-નિયમિત કસરત કરો
– હેલ્ધી ડાયટ ફોલો કરો
– પૂરતી ઉંઘ
– સ્ટ્રેસ લેવલ ઘટાડી નાખો
– મેડિટેશન

જીવનશૈલી મા આ પ્રમાણે ફેરફાર કરવામાં આવશે તો એન્ડ્રોપોઝ પિરિયડ મા ચોક્કસ લાભ મળશે. જો વધુ હતાશા અનુભવી રહ્યા હોય ડિપ્રેશન નું લેવલ વધતું હોય તો ડોકટર ને કંસલ્ટ કરો. હોર્મોન રિપ્લેસમેંટ થેરાપી એ સારવાર માટે બીજો વિકલ્પ છે.મેનોપોઝ સ્ત્રી ને આવે કે પુરુષ ને બન્ને ને એ સમયે સહવાસ અને સાથ ની ખાસ જરૂર હોય છે.

– જહાન્વી પરમાર

Leave a Reply

%d bloggers like this: