આક્રોશ : આ મોત કોવિડથી નહીં પણ નિષ્ફળ તંત્ર દ્વારા હત્યા – મીરા ચોપડા અભિનેત્રી

બોલીવુડ, હોલીવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાની કઝીન સિસટર મીરા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે સમાજમાં ચાલી રહેલા દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. હવે તાજેતરમાં તેણે ટ્વિટ કર્યું હતું કે કોરોનાથી તેના 2 સંબંધીઓનું નિધન થયું છે મીરા તેના નજીકના મિત્રોના અવસાનથી નિરાશ છે અને તેણે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે . તેણે કહ્યું કે તેમનું મોત કોરોના વાયરસને કારણે થયું નથી પરંતુ આરોગ્ય સુવિધાઓની અછતને કારણે થયું છે . મીરાએ લખ્યું – “ આ હૃદયસ્પર્શી છે . હું કહું છું કે આ કોવિડનું મૃત્યુ નથી , તે આપણા નિષ્ફળ ઇન્ફાસ્ટ્રક્વર દ્વારા કરવામાં આવેલ હત્યા છે . એકમાત્ર દેશ જ્યાં ઓક્સિજન ન હોવાને કારણે લોકો મરી રહ્યા છે. આ ડર ઉત્પન્ન કરનારુ છે.

આ વિશે વાત કરતી વખતે મીરાએ એક કહ્યું કે, – “ કોવિડ 19 ના કારણે મેં બે નજીકના પિતરાઇ ભાઈઓ ગુમાવ્યા નથી , પરંતુ નબળી આરોગ્ય સેવાઓ જવાબદાર છે. મારા પ્રથમ કઝિન ભાઇને લગભગ બે દિવસ સુધી બેંગ્લોરમાં આઈસીયુ બેડ ન મળ્યો અને બીજા એકના ઓક્સિજનનું સ્તર અચાનક ઓછું થઈ ગયું . બંનેની ઉંમર આશરે 40 વર્ષની હતી. મીરાએ વધુમાં કહ્યું – ખૂબ દુઃખની વાત છે કે અમે તેમને બચાવવા માટે કંઈ કરી શક્યા નહીં. હવે પછી શું થશે તેનો મને ડર છે દરેકની જીંદગી ખતમ થતી હોય તેમ દેખાઇ રહ્યું છે. તમે તમારી ક્ષમતાથી બધું કરો છો પરંતુ તમે પણ તેમને ગુમાવી દો છો. “ વધુમાં મીરાએ કહ્યું – મને બહુ ગુસ્સો આવી રહ્યો છે અને આવું પહેલી વખત છે જ્યારે મને અનુભવ થઇ રહ્યો છે કે મારો દેશ કચરાપેટીમાં જતો રહ્યો છે અમે હોસ્પિટલમાં ઓક્સિજન , ઇજેક્શન. દવાઓ અને પલંગની વ્યવસ્થા કરી શક્યા નહીં . સરકાર આપણા માટે આ બધું કરે છે, પરંતુ તે આપણા લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ ગઈ છે. આમ કહી મીરા ચોપડાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

%d bloggers like this: