શું “મેડિકલ માફિયા”માં બૉલિવૂડ અભિનેતાને ટક્કર આપવાની હિંમત છે? રામદેવનો IMA પર વાર

રામદેવે શનિવારે બૉલિવૂડ અભિનેતા આમિર ખાનના ટીવી શૉ “સત્યમેવ જયતે”નો એક જૂનો વીડિયો ટ્વીટ કર્યો છે અને પૂછ્યું છે કે, શું “મેડિકલ માફિયા”માં બૉલિવૂડ અભિનેતાને ટક્કર આપવાની હિંમત છે? હકીકતમાં વીડિયોમાં આમિર ખાન ડૉ સમિત શર્મા સાથે વાત કરતા જોવા મળી રહ્યો છે. જે એક જેનેરિક દવા અને બ્રાન્ડેડ દવાઓની કિંમતો વચ્ચોનું અંતર જણાવી રહ્યાં છે.

એલોપેથી વિરુદ્ધ બોલ્યા બાદ યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આમ છતાં તેઓની ટિપ્પણીઓ સામે આવી જ રહી છે. આ વખતે રામદેવે ફિલ્મ અભિનેતા આમિર ખાનનો એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, હિંમત હોય તો તેમની સામે ટક્કર લો. આ વીડિયોમાં આમિર ખાન પોતાના શૉ સત્યમેવ જયતેમાં દવાઓની કિંમતો પર ચર્ચા કરી રહ્યાં છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) બાદ હવે ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) પણ રામદેવને કાનૂની નોટિસ ફટકારી છે. FAIMAનું કહેવું છે કે, બાબા રામદેવે સસ્તા પ્રચાર માટે એલોપેથીને લઈને નિરર્થક દાવા કર્યા, જેની અમે નિંદા કરીએ છીએ. આ સાથે જ FAIMAએ સ્પષ્ટ રીતે રામદેવનો પોતાના દાવા પાછળના પુરવા રજૂ કરવા કે પછી માફી માંગવાની વાત કહી છે. આવું ના કરવા પર કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. સર્જરી સાયન્સ નથી, સ્કિલ છે, અભણ પણ કરી શકે છે. આ બધા વચ્ચે બાબા રામદેવે એક વખત ફરીથી એલોપેથી થેરાપી વિરુદ્ધ નિવેદન આપ્યું છે. જેમાં રામદેવે બોલી રહ્યા છે કે, સર્જરી કોઈ સાયન્સ નથી, પરંતુ સ્કિલ્ડ છે. જેને કોઈ અભણ પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.