મીડીયા હેડલાઇન – માઈન્ડ સેટીંગ – મિતાલી સમોવા

ડો. મિતાલી સમોવા : આજે ઉના જેવા જઘન્ય કાંડને પાંચ વર્ષ થયાં. એ સિવાય રોજબરોજની કેટલીય ઘટનાઓ બનતી હોય છે, જ્યાં પ્રયત્ન પૂર્વક આપણને વિક્ટિમ બ્લેમિગ અને અબ્યુઝરને ક્લીન ચીટ આપવાનું સબકોન્સીયસલી શીખવાડાય છે.

ઉના કાંડ વખતની એકાદ ન્યુઝ પેપર ની લાઈન મને યાદ છે જે આવી કંઈક હતી,” ઉનામાં દલિતો પર અત્યાચાર”. બીજી હતી “ઉનામાં દલિતોના માથે કાળ”. આ સિવાય અમુક ઉદાહરણ રુપ વાક્યો આપું.
“સાણંદ માં થી કોલેજ જતી દિકરીઓની છેડતી”
“પરિણીતા સળગી ગઈ”
“વડીલે આત્મહત્યા કરી”
“ખોવાયેલું બાળક મળી આવ્યું”
“ફલાણી સરકારી યોજનામાં થયો કરોડોનો ભ્રષ્ટાચાર”
“ગટર તૂટવાથી થયેલા ઝાડા ઊલટીમાં પાંચ મૌત”
“નપાસ થવાથી વિદ્યાર્થીની આત્મહત્યા”

આ બધા વાક્યો તમે પણ વાંચ્યા હશે, તમારી જ આજુબાજુ રોજ સાંભળતા પણ હશો. હું ભાષા વિદ્વાન નથી, પણ મને એટલો ખ્યાલ છે કે આ બધા વાક્યો પેસિવ ફોર્મેટમાં લખાયેલા છે. તેનો અર્થ એવો થાય કે આ બધા કાર્યોનો કોઈ પ્રોપર કર્તા નથી. અને કર્તા નથી તેનો અર્થ એવો થઈ જાય કે આ બધું કોઈ કરતું નથી, બસ જેમ દિવસ ઉગે છે અને રાત થાય છે એમ આ બધું આપોઆપ થઈ ગયું.

આ રીતની વાક્ય રચના સરેરાશ વ્યક્તિઓના માઈન્ડમા એવી છાપ છોડે કે કૌઈ વ્યક્તિ એ તે પુરુષ હોય, પતિ હોય, પેરેન્ટ્સ હોય, અત્યાચારીઓ હોય, અસામાજીક તત્વો હોય, ભ્રષ્ટાચારી અધિકારી ઓ હોય એ બધા નથી કરતા. પણ આ બધું આપોઆપ નેચરલી જ “થાય છે.”, “થઈ જાય છે”. ” પરિણીતા સળગાવી નખાતી નથી, તેને સળગવાનો શોખ થાય છે. બાળક ખૌવાયુ નથી પણ ભાગી ગયું છે. દિકરીઓની છેડતી કરવામાં આવી નથી, પણ તેઓને જ હરેસ થવાનો શોખ છે.” આ પ્રકારના ખોટી દિશાના નરેટીવ ઊભા થાય છે. સામાજીક વિકૃતિઓનો આ રિતે ઢાંક પિછોડો થાય છે.

આપણે આ રીતે આ બધી બાબતોમાથી તેના ગુનેગારને સબકોન્સીયસલી ક્લીન ચીટ આપી દઈએ છીએ અને વિક્ટિમને બ્લેમ કરતા થઈએ છીએ, કેમ કે આમાં નામ કે સર્વનામ વિક્ટિમનુ જ હોય છે.

તેની જગ્યાએ આપણે આવા વાક્યો વાપરવા જોઈએ.
“ઉનામાં ફલાણા પ્રજાતિના માથાભારે ઈસમોએ દલિતો પર ત્રાસ ગુજાર્યો”
“સાણંદમાં આધેડ ઉંમરના લુખ્ખા તત્વો દ્વારા કોલેજ જતી દિકરીઓની છેડતી”
“પતિ સાસરીયાઓ ના ત્રાસથી પરિણીતાનુ અગ્નિસ્નાન”
“દિકરા વહુના માનસિક ત્રાસ થી વડીલે ભર્યું ન ભરવાનું પગલું”
“પરિવારની ઘોર બેદરકારીના કારણે ખોવાયું બાળક”

મતલબ, જે વાંકમા છે, જેની ભૂલ છે કે જે અત્યાચારી છે તેને સીધું જ તેના નામ-સર્વનામ દ્વારા જ વાક્યો બનાવવાની વાપરવાની શરૂઆત કરો. તેનાથી કર્તાની અને અબ્યુઝરની જવાબદારી બને, જે તે કાર્ય માટેની. તમે ગોળગોળ લોકોને ખોટું લાગશે એમ વિચારીને જેટલું પેસિવ નરેશન ઊભું કરશો, એટલું જ વિક્ટિમે વેઠવાનુ આવશે !!! કેમ કે આપણે ત્યાં કોઈએ ઉનાકાંડના ગુનેગારને નથી પૂછ્યું કે ભઈ તને આટલું બધું હિંસક બિહેવિયર કરવાની શું જરૂર પડી ? પણ આટઆટલા વિડીયો અને ફોટો સબૂતો હોવા છતાં આજે પણ તે વિક્ટિમ દલિતોને પોતાની ફરિયાદ સાચી છે કે ખોટી તે ક્રોસ વેરિફિકેશન કરવાવાળા ઢગલો લોકો મળી આવશે !!!

અત્યાચારીઓ કંઈ વોલ્ડર્મોર્ટ નથી, તે એમનું નામ ન લઈ શકાય !!!

(તે દુઃખદ ઘટનાના ફોટા શેર કરીને સંવેદનશીલ લોકોનો આઘાત હું રીજુવિનેટ કરવા નથી માંગતી, તેથી ફક્ત વિરોધ પ્રદર્શનનો આ ફોટો મૂક્યો છે. ) 

Leave a Reply

%d bloggers like this: