દિલ્હીમાં ખુલશે બજાર અને મોલ, 50% ક્ષમતા સાથે મેટ્રો, ધીરે-ધીરે અનલોક તરફ

કોરોના મહામારીની બીજી લહેરના કહેરથી દિલ્હીમાં લોકડાઉન લગાવવું પડ્યું હતું. હવે દિલ્હી સરકાર ધીરે-ધીરે અનલોક કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ઓડ-ઈવન ફોર્મૂલાથી માર્કેટ ખૂલશે. સીએમ કેજરીવાલે કહ્યું કે, હવે કોરોનાની સ્થિતિ ખુબ જ કંટ્રોલમાં છે. તે ઉપરાંત સીએમ અરવિંદ કેજરીવાલે મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત કરવાની જાહેરાત પણ કરી છે.તાજા આદેશ અનુસાર હવે દિલ્હીના બજારોને, મોલને ઓડ ઇવન બેસિસ પર ખોલવામાં આવી રહ્યા છે. તેના ટાઇમિંગનો સમય સવારે 10 થી 8 વાગ્યા સુધી રહેશે. તો બીજી તરફ સરકારી ઓફિસો પણ ખોલવામાં આવી રહી છે. જ્યાં કર્મચારી 50 ટકા હાજરી સાથે કામ કરી શકશે. તો બીજી તરફ 50 ટકા ક્ષમતા સાથે દિલ્હી મેટ્રો ચાલુ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇ કોમર્સ દ્વારા પણ આપૂર્તિ ચાલુ રહેશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે, બાળકો માટે કેટલા આઈસીયૂ બેડની જરૂરત રહેશે, તેનું પણ આંકલન કરીને તૈયારી કરવામાં આવી રહી છે. આગામી લહેરમાં ઓક્સિજનની કમીના કારણે ત્રાહિમામ ના મેચ, તેથી 420 ટન ઓક્સિજન માટે સ્ટોરેજ તૈયાર કરી રહ્યું છે. તેમને તે પણ કહ્યું કે, 150 ટન ઓક્સિજનનું પ્રોડક્શન પ્લાન્ટ શરૂ કરશે. તેમાં 18 મહિનાનો સમય લાગશે. સીએમએ કહ્યું કે કોરોનાની ત્રીજે લહેર વિશે પણ વાત કરી રહ્યા છીએ કે અમે તેની તૈયારીમાં લાગી ગયા છીએ. દિલ્હી સરકારે શુક્રવારે આ વિષયમાં 6 કલાક સુધી 2 અલગ-અલગ બેઠક આયોજિત કરી છે જેમાં મહત્વપૂર્ણ રણનીતિ બનાવવામાં આવી છે. આ વખતે કોરોનાની પીક આવી હતી એક દિવસમાં લગભગ 28 હજાર કેસ સામે આવ્યા હતા. આગામી પીક જો આવશે તો 37 હજાર માનીને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી મળી, આરોપીની ધરપકડ 22 વર્ષનો સલમાન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી કે સોમવારે પાંચ વાગ્યા સુધી લોકડાઉન ચાલું રહેશે પરંતુ અનેક છૂટછાટો આપવામાં આવી રહી છે. દિલ્હીમાં માર્કેટ અને મોક ઓડ-ઈવન ફોર્મૂલાથી ખોલવામાં આવશે. સરકારી ઓફિસોમાં ગ્રુપ Aના 100 ટકા અધિકારી કામ કરશે. પ્રાઈવેટ ઓફિસ 50 ટકા મેન પાવર સાથે કામ કરશે. સ્ટેન્ડ અલોન શોપ હરરોજ ખુલ્લી રહેશે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હી મેટ્રો 50 ટકા ક્ષમતા સાથે શરૂ થશે. આગામી સપ્તાહમાં કોરોનાની સ્થિતિને જોઈને તે અનુસાર છૂટછાટ આપવામાં આવશે. તેમને સાથે જ તે પણ જણાવ્યું કે, ત્રીજી લહેરને પહોંચીવળવાની તૈયારી માટે 6 કલાક સુધી એક બેઠક ચાલી છે. ત્રીજી લહેરમાં કોરોનાના 37 હજાર પ્રતિદિવસ કેસ માનીને તૈયારી કરીશું. બેડ, ઓક્સિજન, દવા અને આઈસીયૂની કેટલી જરૂરત પડશે,તેનું આંકલન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

%d bloggers like this: