વિવાદ – જો ઘર-ઘદ સે અફઝલ નિકાલ રહે છે, વહાં સે કભી ડૉક્ટર ભી નિકાલેગે? – મનોજ જોષી ( એક્ટર )

હાલનાં સમયમાં દરેક લોકો જાતિ, ધર્મ, સમાજ, સામ્યવાદ બધું જ ભુલીને કોરોના સામે સાથે મળીને લડાઈ લડી રહ્યાં છે ત્યારે એવા સમયે પમ કેટલાંક કહેવાતા કટ્ટર લોકો દેશનું વાતાવરણ ડોહડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે અને એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અભિનેત્તા મનોજ જોષી. કોરોનાના આ સમયમાં ગુજરાતી અભિનેતા મનોજ જોશીએ એક ટ્વિટ કરી હતી. જેને લઈને વિવાદ ખુબ વધી ગયો. યુઝર્સે પણ તેમને ટ્રોલ કરવામાં કંઈ બાકી ના રાખ્યું.

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ગુજરાતના કલાકાર મનોજ જોશી પર મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કારણ કે, તેમણે એ પ્રકારની ટ્વિટ કરી છે તેમના ઓફીસીયલ એકાઉન્ટ પરથી. મનોજ જોશીએ રવિવારે કોરના સંદર્ભ ટ્વીટ કરી હતી. પોતાની ટ્વિટમાં તેમણે કથિત રીતે મુસ્લિમોને નિશાન બનાવ્યા હતા. જેના કારણે હવે હંગામો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર મનોજ જોશી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે. અને તેમને ઘણા ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. મનોજ જોશીએ તેમના ટ્વિટર હેન્ડલ પર વન લાઈનર લાખી હતી. મનોજ જોશીએ લખ્યું – “જે લોકો ઘરે ઘરેથી અફઝલ નીકાળી રહ્યા હતા, ત્યાંથી ક્યારેય ડોકટરો બહાર નીકાળશે શું ?” મનોજ જોશીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોવિડ કોરોના સામે આખો દેશ સંઘર્ષ કરી રહ્યો છે. અભિનેતાનું આ ટ્વિટ વાઇરલ થઈ ગયું, ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમના પર મુસ્લિમો સામે નફરત ફેલાવવાનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું.

Leave a Reply

%d bloggers like this: