મન કી બાત: સરકારના 7 વર્ષ પુરા થતાં પીએમ મોદીએ પોતાની સરકારના જ વખાણ કર્યા. રાહૂલ ગાંધીએ કરી ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, યાસ વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરૂ છું. લોકો ખૂબ જ મજબૂતાઈથી આ સંકટ સામે લડ્યા હતા. વડાપ્રધાને પોતાના સંબોધનમાં એનડીએ સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોએ પત્ર લખીને તેમને મન કી બાત કાર્યક્રમમાં તેમની સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે ચર્ચા કરવા કહ્યું હતું. વડાપ્રધાને આ 7 વર્ષમાં તેમની સરકારે જે ઉપલબ્ધિઓ હાંસલ કરી તે દેશની ઉપલબ્ધિઓ છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો શો મન કી બાતમાં દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમની શરૂઆતમાં દેશના લોકોના વખાણ કરતાં કહ્યું જેમને હાલમાં જ બે તોફાનોનો સામનો કર્યો છે. પીએમે કહ્યું, “હાલમાં જ પાછલા 10 દિવસોમાં જ દેશે ફરીથી બે મોટા તોફાનોનો સામનો કર્યો. દેશ અને દેશની જનતા તેના સામે બધી જ શક્તિથી લડ્યા અને ઓછામાં ઓછી જાનહાનિ સુનિશ્ચિત કરી.” વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં એનડીએ સરકારના સાત વર્ષ પૂરા થવા પર ઉપબ્ધિઓ પણ ગણાવી અને કહ્યું કે, જે કામ દશકાઓથી થયા નહતા, તે પાછલા સાત વર્ષોમાં થયા છે.

આ પણ વાંચો – રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને વિવાદઃ સંચાલક મંડળનો સરકાર સામે વિરોધ.

સાત વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં પોતાની સરકારના સાત વર્ષ પૂરા થવા પર ઉપલબ્ધિઓ ગણાવી. પીએમે કહ્યું કે, અનેક લોકોએ તેમને લખ્યું કે 70 વર્ષ પછી તેમના ગામમાં પ્રથમ વખત વિજળી પહોંચી છે, હવે જઈને ગામડાઓમાં પાકા રસ્તાઓ બન્યા છે અને તેઓ શહેરો સાથે જોડાયા છે.આઝાદી પછી સાત દશકાઓમાં આપણા દેશમાં માત્ર સાઢા ત્રણ કરોડ ગ્રામીણ ઘરોમાં જ પાણીના ક્નેક્શન હતા, પરંતુ પાછલા 21 મહિનામાં સાઢા ચાર કરોડ ઘરોને સાફ પાણીના ક્નેક્શન આપવામાં આવ્યા. જેમાંથી 15 મહિના તો કોરોનાકાળમાં જ પસાર થઈ ગયા. વડાપ્રધાને જણાવ્યું કે, ભારત હવે ષડયંત્રોનો જડબાતોડ જવાબ આપવા લાગ્યું છે. એવા અનેક કામો થયા છે જેનાથી કરોડો લોકોને ખુશી મળી છે. તેઓ આ કરોડો લોકોની ખુશીમાં સામેલ થયા છે. દેશને આગળ વધારવા દરેક નાગરિકે એક એક પગલું આગળ વધાર્યું છે. પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી અનેક મુદ્દા શાંતિથી ઉકેલવામાં આવ્યા છે અને હવે ત્યાં વિકાસની નવી ધારા વહી રહી છે. આવું એટલે જ શક્ય બન્યું છે કારણ કે અમે એક દેશ તરીકે કામ કર્યું છે. જે કામ દશકાઓમાં નથી થઈ શક્યું તે 7 વર્ષોમાં થઈ ગયું છે.

વડાપ્રધાને કોરોના કાળમાં ડૉક્ટર્સ-નર્સ પોતાની ચિંતા મુકીને લોકોની મદદ કરવા આગળ આવ્યા તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ ઓક્સિજન ટેન્કરના સપ્લાયમાં મદદરૂપ બનવા બદલ જળ,થળ, વાયુ સેનાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જૌનપુરના દિનેશ ઉપાધ્યાય સાથે વાત કરી હતી જે ઓક્સિજન ટેન્કર ચલાવે છે.

મન કી બાત પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, કોરોના સામે લાડવા માટે જોઈએ સાચી નિયત, નીતિ અને નિશ્ચય. મહિનામાં એક વાર નિરર્થક વાત નહીં.

Leave a Reply

%d bloggers like this: