બંગાળનાં મુખ્યમંત્રી મમતાના નાના ભાઇ અસીમ બેનરજીનું કોરોનાથી મૃત્યુ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીના નાના ભાઇ અસીમ બેનરજીનું કોરોનાથી મોત થઇ ગયું. તેઓ કોવિડથી સંક્રમિત હતા અને કોલકાતાની મોડિકા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન આજે સવારે તેમનું નિધન થઇ ગયું. કોલકાતાની સુપર સ્પેશિયાલિટી મોડિકા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર આલોક રાયે જણાવ્યું કે અસીમને થોડા દિવસ પહેલાં ચેપ લાગ્યો હતો. તબિયત બગડવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાને કારણે તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું અને શ્વાસ અટકી ગયો. જેને પગલે સીએમ મમતા અને ભાઇનો પરિવાર શોકમગ્ન છે.

દેશની સાથે બંગાળમાં પણ કોરોનાનો કેર જારી છે. ત્યારે સીએમ મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પ્રહારો કર્યા. તેમણે ત્રીજ વખત પત્ર લખ્યો અને દરેકમાં કોરોના સંદર્ભના સવાલો ઉઠાવી રહ્યાં છે. શુક્રવારે પણ તેમણે પીએસએ પ્રેશર સ્વિંગ એડસોર્પશન પ્લાન્ટ્સ) અંગે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો. શુક્રવારે બહાર પડાયેલા કોરોનાના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા. વિધાનસભા ચૂંટણીઓ બાદ રાજ્યમાં સતત કેસો વધી રહ્યા છે.

આ પણ વાંચો – અર્ધજાગૃત મનની શક્તિઓ – જહાન્વી પરમાર

મમતા બેનરજીએ પત્રમાં લખ્યું કે અમને 70 પીએ,એ પ્લાન્ટ આપવામાં આવશે. પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં તબકકામાં ચાર પ્લાન્ટ્સ મળશે, બાકી અંગે કંઇ કહેવાય નહીં. દિલ્હીથી નિર્ણય નહીં લઇ શકવાને કારણે પ્લાન્ટ સ્થાપિત કરવાની અમારી યોજનાઓ અને ક્ષમતાને ખરાબ અસર થઇ છે મમતા બેનરજીએ ત્રીજી વખત સીએમપદના શપથ લીધા બાદ વડાપ્રધાનને સતત પત્ર લખી રહ્યાં છે. અગાઉ મેડિકલ ઓક્સિનો પુરવઠો વધારવાની માગ કરી હતી. તેમણે લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં કોરોના કેસોના વધરાને ધ્યાનમાં રાખી રાજ્યમાં આગામી અઠવાડિયામાં 550 મેટ્રીક ટન ઓક્સિજનની જરુર પડી શકે છે.

Leave a Reply

%d bloggers like this: