મમતા સરકારના મંત્રી અને ધારાસભ્યના ઘરે દરોડો, CBI ઓફિસે લઈ જવાયા. – નારદા કૌભાંડની તપાસ

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બની તે સાથે જ નારદા કૌભાંડની તપાસ ફરીથી શરૂ થઈ ગઈ છે. સીબીઆઈએ આ કૌભાંડના આરોપી કેબિનેટ મંત્રી ફરહાદ હકીમ, કેબિનેટ મંત્રી સુબ્રત મુખર્જી, ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રા અને ભાજપના પૂર્વ નેતા સોવન ચેટર્જીના ઘરે દરોડા પાડ્યા છે. બાદમાં આ ચારેયને સીબીઆઈની ઓફિસ લાવવામાં આવ્યા છે. સીબીઆઈની ટીમ સોમવારે સવારે જ પરિવહન મંત્રી અને કોલકાતા નગર નિગમના અધ્યક્ષ ફિરહાદ હકીમના ઘરે પહોંચી ગઈ હતી. થોડા સમય સુધી તલાશી લેવાયા બાદ સીબીઆઈ ફિરહાદ હકીમને પોતાના સાથે લઈ જવા લાગી હતી. તે દરમિયાન ફિરહાદ હકીમે પોતાની નારદા કૌભાંડમાં ધરપકડ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. સીબીઆઈની ટીમ સુબ્રત મુખર્જી અને મદન મિત્રાને લઈને પણ સીબીઆઈ ઓફિસ પહોંચી હતી. તે સિવાય સીબીઆઈની ટીમે ભાજપના પૂર્વ નેતા સોવન ચેટર્જીના ઘરે પણ દરોડો પાડ્યો હતો. સોવન ચેટર્જીએ ચૂંટણી પહેલા ટીએમસી છોડીને ભાજપ જોઈન કર્યું હતું પરંતુ ટિકિટ ન મળી એટલે ભાજપ પણ છોડી દીધું હતું. જાણવા મળ્યા મુજબ નારદા કૌભાંડમાં પુછપરછ માટે આ ચારેય નેતાઓને સીબીઆઈ ઓફિસ લાવવામાં આવ્યા છે. જો કે, સીબીઆઈએ પોતે કોઈ મંત્રી કે ધારાસભ્યની ધરપકડ કરી હોવાનો ઈનકાર કર્યો હતો.

સીબીઆઇની ટીમ સોમવાર સવારે જ પરિવહન મંત્રી અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ ફિરહાદ હકીમના ઘરે પહોચી હતી. થોડી વાર તપાસ બાદ ફિરહાદ હકીમને સીબીઆઇ પોતાની સાથે લઇ ગઇ હતી. આ દરમિયાન ફિરહાદ હકીમે કહ્યુ કે મારી નારદા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી રહી છે, ફિરહાદના ઘરે સમર્થક પહોચી ગયા હતા અને પ્રદર્શન કરવા લાગ્યા હતા. સીબીઆઇની ટીમ સુબ્રત મુખરજી અને મદન મિત્રાને પણ લઇને સીબીઆઇ કાર્યાલયે પહોચી છે. આ સિવાય પૂર્વ ભાજપના નેતા સોવન ચેટરજીના ઘરે પણ સીબીઆઇની ટીમે રેડ કરી હતી. સોવન ચેટરજીએ ચૂંટણી પહેલા ટીએમસી છોડીને ભાજપ જોઇન કરી હતી પરંતુ ટિકિટ ના મળતા ભાજપને પણ છોડી દીધી હતી.

આ પણ વાંચો – CM/PMની ઈમેજ બગાડવા માટે લોકો જ શ્વાસ બંધ કરી દે છે !

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સરકાર બનતા જ નારદા સ્ટિંગ ટેપ કેસની તપાસ ફરી શરૂ થઇ ગઇ છે. આ કૌભાંડના આરોપી કેબિનેટ મંત્રી ફિરહાદ હકીમ, કેબિનેટ મંત્રી સુબ્રત મુખરજી, ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ ભાજપના નેતા સોવન ચેટરજીના ઘરે સીબીઆઇએ રેડ કરી હતી. તે બાદ આ ચારેયને સીબીઆઇ કાર્યાલયમાં લાવવામાં આવ્યા હતા.

ટીએમસી નેતાઓને સીબીઆઇ કાર્યાલયમાં લાવવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયુ હતું. નેતાઓના સમર્થનમાં પ્રદર્શન થવા લાગ્યુ હતું. સુત્રોનું કહેવુ છે કે મુખ્યમંત્રી મમતા બેનરજીએ સીબીઆઇના અધિકારીઓને કહ્યુ કે જો તમે આ ચારેય નેતાઓની ધરપકડ કરી રહ્યા છો તો મારી પણ ધરપકડ કરવી પડશે, રાજ્ય સરકાર અથવા કોર્ટની નોટિસ વગર આ ચારેય નેતાઓની ધરપકડ કરી નથી શકાતી, છતા પણ ધરપકડ કરો છો તો મારી પણ ધરપકડ કરવામાં આવે. આ વચ્ચે ટીએમસી સાંસદ અને વકીલ કલ્યાણ બેનરજી પણ સીબીઆઇ કાર્યાલય પહોચી ગયા છે, તેમણે કહ્યુ કે અમે કાયદાકીય લડાઇ લડીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *