મમતાના પ્રહાર- ઇમરજન્સી કરતા પણ ગંભીર સ્થિતિ, વિપક્ષ સાથે આવ્યુ તો 6 મહિનામાં પરિણામ, સોનિયા ગાંધી સહિત અનેક સાથે મુલાકાત

નવી દિલ્હીના પ્રવાસે પહોચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. પેગાસસને લઇને મમતા બેનરજીએ કહ્યુ કે મારો ફોન હેક કરવામાં આવ્યો, અભિષેક અને પીકેનો પણ ફોન હેક કરવામાં આવ્યો છે. અત્યારે કોઇ પણ ફ્રીડમ ઓફ પ્રેસ બાકી નથી.

મમતાએ કહ્યુ કે અમે જે લોકોને ત્રિપુરા મોકલ્યા, તેમની પણ ધરપકડ કરવામાં આવી. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યુ કે પેગાસસ એક ખતરનાક વાયરસ છે, જેના દ્વારા આપણી સુરક્ષાને ખતરામાં નાખવામાં આવી રહી છે. સંસદમાં પણ કામ થઇ રહ્યુ નથી, વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. મમતા બેનરજીએ કહ્યુ કે આ સમયે ઇમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે.

આ પણ વાંચો : વ્યક્તિ વિશેષ : માનવંતા ધારાશાસ્ત્રી ( એડવોકેટ ) કે. જે મહેરિયા

વિપક્ષી એકતા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે આ આખી સિસ્ટમ રાજકીય પાર્ટીઓ પર નિર્ભર કરે છે, જો કોઇ લીડ કરે છે તો મને કોઇ તકલીફ નથી. હું કોઇની પર પોતાનું ઓપિનિયન થોપવા માંગતી નથી. મમતા બેનરજીએ કહ્યુ કે અત્યારે કેટલાક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, અમે સંસદ સત્ર બાદ તમામ રાજકીય દળો સાથે મળીને વાત કરીશું. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે હું સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીશ. લાલુ યાદવ સાથએ પણ વાત થઇ છે, તમામ લોકો સાથે આવવા માંગે છે. મમતા બેનરજીએ કહ્યુ કે સોનિયા ગાંધી પણ વિપક્ષી એકતા ઇચ્છે છે, તેમની સાથે મુલાકાતમાં અમે તેની પર ચર્ચા કરીશું. મમતા બેનરજીએ કહ્યુ કે જો વિપક્ષી મોરચા પર તમામ સીરિયસ થઇને કામ કરીએ છીએ તો 6 મહિનામાં પરિણામ જોવા મળી શકે છે.

મમતા બેનરજીએ કહ્યુ કે મારા તમામ વિપક્ષી નેતાઓ સાથે સારા સબંધ છે, જો રાજકીય આંધી આવી તો તેને કોઇ રોકી નહી શકે. બંગાળના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે હવે ખેલા હોબેની ગૂંજ આખા દેશમાં સંભળાશે. મહત્વપૂર્ણ છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એક અઠવાડિયાના દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તે વિપક્ષના કેટલાક મોટા નેતાઓને મળશે, જેને મમતાના મિશન 2024ના પ્રવાસ સાથે જોડવામાં આવી રહ્યુ છે. મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે 10 જનપથમાં મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા મમતા બેનરજીએ એકજુટ થઇને ભાજપ વિરૂદ્ધ મુકાબલો કરવાનું આહવાન કરતા કહ્યુ હતું કે સામુહિક નેતૃત્વ લડાઇ હોય, જે જે રાજ્યમાં મજબૂત છે તેને નેતૃત્વ આપવુ પડશે.સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા વાતચીતમાં મમતા બેનરજીએ કહ્યુ કે આગામી વિધાનસભામાં સંયુક્ત રીતે લડવાનો વિચાર છે. એક મંચ બનાવવુ પડશે, તેમણે કહ્યુ કે સોનિયા ગાંધી પણ ઇચ્છે છે કે વિપક્ષ એકજુટ થાય. એમ પૂછવામાં આવતા કે સંયુક્ત મંચનું નામ શું હશે. મમતા બેનરજીએ કહ્યુ કે હજુ બાળકનો જન્મ શરૂ થયો નથી અને ચર્ચા શરૂ થઇ ગઇ છે, તેમણે કહ્યુ કે જીડીપીની સ્થિતિ ઘણી ખરાબ છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. ગેસ, ડીઝલ અને પેટ્રોલની કિંમત વધી રહી છે, તેમણે કહ્યુ કે ખેલા હજુ ખતમ થયો નથી. હવે આખા દેશમાં ખેલા થશે. ભાજપ વિરૂદ્ધ તમામ એકજૂટ થઇને લડાઇ કરો, તેમણે 2024ને Hope 2024 ગણાવ્યુ હતું. લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીએ તમામને એકજુટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થઇ શક્યા નહતા. મમતાએ કહ્યુ કે આશા છોડવી ના જોઇએ, એવુ નથી કે ગત વખતે તે લોકો સફળ થયા નથી, તો આ વખતે પણ સફળ નહી થાય, તેમણે જયપ્રકાશ નારાયણનું ઉદાહરણ આપતા કહ્યુ કે જયપ્રકાશ નારાયણને પણ સફળતા માટે લાંબી રાહ જોવી પડી હતી. મમતા બેનરજીએ કહ્યુ, આ ઘણો સાચો સમય છે કે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એકજુટ થાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *