ShreemaroMe દર અઠવાડિયે એક નવા મનોરંજન સાથે આવશે. મલ્હાર ઠાકરે કરી વર્ષની સૌથી મોટી જાહેરાત

નેલ્સન પરમાર – ગુજરાતી મનોરંજનનું એકમાત્ર સરનામું એટલે ShermarooMe. અને એજ મહત્વના પ્લેટફોર્મ એ આજે વશ સૌથી મોટી જાહેરાત કરી છે.

જે દર અઠવાડિયે એક નવા મનોરંજન ના ખજાના સાથે ગુજરાતીઓ માટે કંઈક નવું લઈને આવી રહ્યું છે. ગુજરાતી ફિલ્મો ના સુપરસ્ટાર મલ્હાર ઠાકર એ કર્યું ShermarooMe નવા ગુજરાતી કોન્ટેન્ટ ની આ વર્ષની સૌથી મોટી જાહેરાત આજે યોજાયેલ વ્ચુયલ પ્રેસ કોન્ફરન્સ કરી છે.

ShemarooMe એ વિડિયો સ્ટ્રીમિંગ એપ છે અને, ઇન્ડિયાના OTT માર્કેટનો એક મહત્વનો ભાગ છે, જે ભારતની સૌથી વધારે જોવાતી અને વિક્સતી એપ માંથી એક ગુજરાતી વિડિયો સ્ટ્રીમિંગ એપ છે. આ એક એવી એપ છે જે પાછલાં લાંબા સમયથી ગુજરાતીઓની માહીતી છે. શેમારૂ એન્ટરટેઈનમેન્ટ છેલ્લા 15 વર્ષથી દરેક ગુજરાતીઓના ઘરનો એક ભાગ બની ચૂક્યું છે અને ઘણા લાંબા સમયથી તે ગુજરાતીઓને મનોરંજન આપી રહ્યું છે. ત્યારે શેમારૂમીનો ના સીઈઓ જણાવે છે કે, અમારો હેતુ ગુજરાતી પરિવારના સભ્યોને એકસાથે લાવીને તમામને પસંદ પડે તેવું મનોરંજન પ્રદાન કરવાનો છે. જેને પરીવાર સાથે માણી શકાય છે.

ત્યારે હવે ગુજરાતીઓ માટે આનંદની વાત એ છે કે, શેમારૂમી દર અઠવાડિયે એક નવા મનોરંજનના ખજાના સાથે આવી રહ્યું છે. આ દિશામાં પોતાનું પહેલું પગલું ભરતાં, શેમારૂમી તેની પહેલી ડિજિટલ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’ રજુ કરશે જે સિનેમા થેયેટર પેહલા, શેમારૂમીની એપ પર રીલિઝ થશે. ફિલ્મ સ્વાગતમ્માં ગુજરાતી મનોરંજનનો મેગાસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી કથા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. તથા આવનારા સમય માં ગુજરાતી સુપર હિટ ફિલ્મ “ચાસણી” પણ આજ પ્લેટફોર્મ ઉપર રજુ થવા જઈ રહી છે, અને બીજી ઘણી સુપરહિટ ગુજરાતી ફિલ્મો બહુ જલ્દી આજ પ્લેટફોર્મ ઉપર રજૂ થશે. આ ઉપરાંત શેમારૂમી તેની ઓરિજિનલ ગુજરાતી વેબ સિરીઝ ‘રમત પ્રતિ રમત નો ખેલ – ષડયંત્ર’ રજુ કરશે. જેમાં અપરા મેહતા, રોહિણી હટંગડી, વંદના પાઠક, શ્રેનૂ પરીખ, દીપક ઘીવાલા, વિશાલ શાહ, અનુરાગ પ્રપ્પન અને બીજા સુપરસ્ટાર્સથી ભરપૂર આ પોલિટિકલ થ્રિલર દર્શકો માટે ખરેખર એક અનોખો અનુભવ બની રહેશે. રોમકોમ કોમેડી વેબ સિરીઝ ‘પૂરી પાણી’ પણ રજુ થશે જેમાં જિનલ બેલાની અને ભૌમિક સંપત મુખ્ય ભૂમિકામાં છે. વાત વાત માં વેબ સિરીઝ જે મા મુખ્ય ભૂમિકા માં છે મલ્હાર ઠાકર અને પૂજા જોશી તે પણ બહુ જલ્દી રજૂ થશે. શેમારૂમી દર અઠવાડિયે એક નવું ગુજરાતી કન્ટેન્ટ પ્રદાન કરવા જઈ રહ્યું છે. જેમાં શેમારૂમીની સૌથી લોકપ્રિય ગુજરાતી નાટકોથી ભરપૂર લાઈબ્રેરીમાં નવા નાટકો જેવા કે “વહુ વટનો કટકો”, “બૈરાંઓનો બાહુબલી”, “જૉક સમ્રાટ”, “સુંદર બે બાયડીવાળો” અને બીજા ઘણા બધા નાટકોનો સમાવેશ થશે. જે ગુજરાતી દિગ્ગજ કલાકારો થી સજ્જ છે જેવા કે સંજય ગોરડિયા, રાજીવ મેહતા, પ્રતિમા ટી, અનુરાગ પ્રપ્પન, દિલીપ દરબાર, અરવિંદ વેકરીયા, અને અનેક બીજા કલાકારો જોવા મળશે. આ સાથે 500 થી વધુ મનોરંજનના ટાઈટલ મા તમને ગુજરાતી મનોરંજનના મહાનુભાવો સિધ્ધાર્થ રાંદેરિયા, સરિતા જોશી, સંજય ગોરાડિયા, અપ્રા મહેતા, રૂપા દિવેટીયા, મલ્હાર ઠાકર, દિવ્યાંગ ઠક્કર, યશ સોની, દીક્ષા જોશી ઉપરાંત બીજા ઘણા બધા સિતારાઓ એક સાથે એક મંચ પર જોવા મળશે જે વિશ્વભરના ગુજરાતી પ્રેક્ષકો માટે રોમાંચિત રહેશે.

શેમારૂમી

ShermarooMe એન્ટરટેઈન્મેન્ટ ના CEO, શ્રી હિરેન ગડાએ કહ્યું હતું કે, “એક ગુજરાતી તરીકે મેં અને મારી ટીમે ગુજરાતી મનોરંજન માટે હંમેશા અવિરતપણે કામ કર્યુ છે તથા આવનારા સમય દરમ્યાન ગુજરાતી મનોરંજનના ક્ષેત્રમાં અમે કશુંક એવું કરવા જઈ રહ્યા છીએ જેમા દર અઠવાડિયે એક નવું જ મનોરંજન મળશે. આ એક ઉત્સવ થી ઓછું નથી, આ એક જલસો થી ઓછું નથી, આ શેમારૂમી નું વચન છે કે જે તમારી સાથે જ છે અને તમારી માટે જ બન્યું છે. એના જ ભાગ રૂપે અમે મલ્હાર ઠાકર નું શેમારૂ ફેમિલી માં સ્વાગત કરીયે છીએ, અને બહુ જદલી તમને થિયેટર માં રજૂ થતા પેહલા, મલ્હાર ઠાકર ની ડિજિટલ ફર્સ્ટ ફિલ્મ “સ્વાગતમ” જોવા મળશે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર નું કેહવું છે “મને ખુશી છે કે હું શેમારૂ ફેમિલી સાથે જોડાયો છું. શેમારૂમી ગુજરાતી સ્ટ્રીમિંગ એપ એ ગુજરાતી મનોરંજન નું એક માત્ર સરનામું છે. જે દરેક ગુજરાતી ને જોઈએ એ તમામ કોન્ટેન્ટ ની થાળી જેવી છે. મારી આવનારી ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’ ShermarooMe ના આટલા મોટા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રજૂ થવા જઈ રહી છે. જે રીતે આજે દુનિયા માં લોકો ઈન્ટરનેટ અને એપ ઉપર ફિલ્મો જોવા નું પસંદ કરે છે એજ બતાવે છે કે શેમારૂમી નું યોગદાન ગુજરાતી લોકો માટે વરદાન સાબિત થશે. હું શેમારૂ ની આખી ટીમ ને અભિનંદન આપીશ કે ગુજરાતી મનોરંજન માટે આટલું ઉમદા કામ તમે કર્યું છે તથા હંમેશા અગ્રેસર રહ્યું છે.“
શેમારૂમી મર્યાદિત સમય માટે નો એક વર્ષ નો પ્લાન જે 499 માં ઉપલબ્ધ હતો તે અત્યારે વેહલા તે પેહલા ના ધોરણે ખાસ ડિસ્કાઉન્ટ માં ઓફર કરે છે. બસ ફક્ત તમારે શેમારૂમી એપ ડાઉનલોડ કરવાની છે અને તમે એનો આનંદ લઇ શકો છો.

ShermarooMe એ ભારતના અગ્રણી કન્ટેન્ટ પાવરહાઉસ, શેમારુ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડની ઓવર-ધ-ટોપ (ઓટીટી) વિડિઓ સ્ટ્રીમિંગ એપ્લિકેશન છે. મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં રહીને 57 વર્ષ કરતાં વધુ સમય પછી, શેમેરૂ હવે ડિજિટલ ઇકોસિસ્ટમના મહત્વ ના ભાગ રૂપે વિકસિત થઈ છે. ShermarooMe એ એક વિશિષ્ટ એપ છે જ્યાં ઓથેન્ટિક ઇન્ડિયન વિડિઓ કન્ટેન્ટ જેવા કે બોલીવુડ, ગુજરાતી, ધાર્મિક, પંજાબી અને બાળકો માટે ની વિશેષ કેટેગરી જે દરેક વયજૂથો ના લોકોને પોતપોતાની પસંદગી અનુસાર જોઈ શકે. ShermarooMe યુઝર્સ ને પોતાની ઈચ્છા અનુસાર કેટેગરી પસંદ કરવાની પુરેપુરી છૂટ આપે છે અને સાથોસાથ તેનું પેમૅન્ટ પણ અલગ કરી શકાય છે. ShermarooMe ની બોલિવૂડના પ્રીમિયર હેઠળ એક અનોખી ઓફર પણ છે – પ્લેટફોર્મ દર શુક્રવારે વિવેચક રીતે વખાણાયેલી બોલિવૂડ મૂવીનું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર કરે છે. ShermarooMe ગ્રાહકોને વિવિધ કેટેગરીમાંથી સબ્સ્ક્રિપ્શન્સ પસંદ કરવાની તક આપે છે. શેમરૂમીને ભારતમાં બહોળા પ્રમાણમાં સ્વીકૃતિ મળી છે અને હાલમાં જ યુ.એસ.ના બજારમાં દક્ષિણ પૂર્વ, મધ્ય પૂર્વ એશિયા, યુકે અને અન્ય ભારતીય ડાયસ્પોરા બજારોની સાથે લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં ShermarooMe ભૌગોલિક સ્થળોએ ઉપલબ્ધ છે, તેની ઉપસ્થિતિ 150 દેશોમાં છે જ્યાં ગ્રાહકો આરામથી અનંત મનોરંજનના અનુભવી શકે છે. ગ્રાહકો ગૂગલ પ્લે, આઇઓએસ એપ સ્ટોર અને http://shemaroome.com/ પરથી શેમેરોમી ઓટીટી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. શેમરૂમી એ પ્રેક્ષકોને એપલ ટીવી, એમેઝોન ફાયર ટીવી સ્ટીક, ક્લાઉડ વોકર ટીવી, એમઆઈ ટીવી, રોકુ અને અન્ય વિવિધ પ્લેટફોર્મ્સ પર સબ્સ્ક્રાઇબ કરવા માટે પણ ઉપલબ્ધ છે.

આવનાર ફિલ્મનો પ્રોમો અને ShermarooMe નો નવો અંદાજ જોવા આ વીડિયો જુવો

https://youtu.be/yI5inaG56Ys

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *