ખોટી અરજી કરી તોડ કરતા મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PI ગીતા પઠાણની ધરપકડ

શહેરમાં વેપારીઓને હની ટ્રેપના કિસ્સામાં ફસાવીને તોડ કરનાર ગેંગના ચાર વ્યક્તિઓની ધરપકડ બાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તોડના નાણા ઉચ્ચ અધિકારીઓ સુધી જતા હોવાની વાત ને નકારી શકાય તેમ નથી તેમને બચાવવા અમુક અધિકારીઓ મેદાનમાં આવી ગયા છે. ક્રાઈમ બ્રાંચે મહિલા પીઆઈ પઠાણની ધરપકડ કરી છે તથા અત્યાર સુધીમાં કેટલાક લોકોને ફસાવીને કેટલાક રૂપિયાનો તોડ કર્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેવામાં બંને મહિલા પોલીસ સ્ટેશનમાં આ ટોળકી સક્રિય હતી તેવામાં અન્ય અધિકારીઓ સામે તપાસ થશે કે પછી બચાવી લેવામાં આવશે.અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ સામેલ છે. નોંધનીય છે કે, આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત છે. આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.પીઆઈ ગીતા પઠાણ આ ટોળકી સાથે મળીને આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓની ક્રાઇમબ્રાંચે તપાસી છે. જેમાં ચાર અરજીઓમાં હનીટ્રેપનો ખેલ ખેલાયો હોય તેવુ ખુલ્યુ હતુ.

શહેરમાં વેપારીઓને નિશાનો બનાવીને મિત્રતા કેળવીને મહિલા ક્રાઈમના બન્ને પોલોસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કાર જેવી ખોટી અરજી આપીને સમાધાન પેટે અધધ રૂપિયાનું તોડ કરતી ગેંગના માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી, બિપીન પરમાર અને ઉન્નતિ રાજપૂતની ધરપકડ કરી હતી. જેમાં ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી ફેસબુકમાં મહિલાઓના નામે એકાઉન્ટો બનાવીને શહેરના મોટા વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવતો બાદમાં મોબાઈલ નંબર મેળવીને ઉન્નતી અને જાનવી ઉર્ફે જીનલ સાથે વાત કરવા આપતો અને વેપારીને હોટલમાં અથવા કારમાં બોલાવીને એકાંતમાં મોકલી દેતો હતો. બીજા દિવસે તેના વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સો જેવી ખોટી અરજી કરીને વેપારીને ડરાવીને સમાધાન પેટે તગડી રકમ પડાવી તોડ કરતો હતો. જો કે આ ઘટનામાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીતા પઠાણની પણ સંડોવણી હોવાનું તથા તે પણ આ તોડમાં સામેલ હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચે ગીતા પઠાણની પણ ધરપકડ કરી છે. જોકે અન્ય અમુક ઉચ્ચ અધિકારીઓ એ પણ અને અન્ય મહિલા પોલીસ સ્ટેશનના કર્મીઓએ પણ આવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે છતાં તેમના સામે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. જ્યારે આવા કામમાં સરદારનગર તરફના ચોક્કસ તત્વો હજુ પણ આવી અરજી કરાવી મહિલા પોલીસ સાથે રાખી પૈસા પડાવતા હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો – વડાપ્રધાન શામાટે પ્રેસ કોન્ફરન્સ કરતા નથી?

મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.એસ.પઠાણની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, વેપારીઓને ફસાવવા માટેની અરજી થાય તે સ્વીકારી પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સુચના આપી વેપારીને બોલાવી બળાત્કાર કે પોક્સો કેસમાં ફસાઈ જશો તેમ કહી પૈસા આપીને પણ સમાધાન કરી લો તેમ કહીને ડરાવી અને દબાણ કરી રૂ.26.55 લાખ રૂપિયા મેળવી લીધા હોવાનું સામે આવ્યુ હતુ. જોકે ઉચ્ચ અધિકારીઓ સુધી આ રકમનો ભાગ ગયો હોવાની ચર્ચા છે. મહિલા અને અન્ય પોલીસ સ્ટેશનોમાં હજુ પણ હની ટ્રેપની અરજીઓ આવી રહી છે અને તપાસ થઈ રહી છે સામાન્ય ફરિયાદ કે અરજીના નિકાલમાં પણ મસ મોટી રકમ પડાવી લેવામાં આવે છે તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ક્રાઇમ બ્રાંચના અધિકારી કહી રહ્યા છે કે પીઆઇ ગીતા પઠાણ તપાસમાં સહયોગ નથી કરત. જેના લીધે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીશું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પુર્વ મહિલા પોલીસ મથકમાં બે વેપારીઓ વિરુદ્ધ દુષ્કર્મની ખોટી ફરિયાદ થઈ હતી.

સોશિયલ મીડિયા પર હુસ્નની જાળમાં ફસાવીને વૃદ્ધ તેમજ આધેડ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાના હનીટ્રેપમાં ખાખીની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક મહિલા પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ હનીટ્રેપમાં રૂપિયા 26 લાખ પડાવ્યા હોવાનુ ખુલ્યુ, ક્રાઈમ બ્રાંચની તપાસમા અન્ય પોલીસ કર્મચારીની સંડોવણી ખુલતા તેમની પણ ધરપકડની કાર્યવાહી શરૂ કરી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનથી કેવી રીતે ચાલતો હની ટ્રેપનો ખેલ એ જોયું ત્યારે હવે જોઈએ કે કેવી રીતે તપાસ થાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હનીટ્રેપના ચકચારી કિસ્સામાં ક્રાઇમબ્રાંચે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. ગીતા પઠાણ હાલ પાટણ પોલીસ સ્ટેશનમનાં ફરજ બજાવતા હતા. અને ક્રાઈમ બ્રાંચમા હનીટ્રેપની ફરીયાદ બાદ ફરાર હતા.

Leave a Reply

%d bloggers like this: