હની ટ્રેપ કેસમાં ધરપકડ કરાયેલ મહિલા PI ગીતા પઠાણે આપઘાતનો પ્રયાસ કર્યો. સિવિલમાં દાખલ

હનીટ્રેપમાં ફસાવીને વેપારીઓ પાસેથી રૂપિયા ખંખેરતી ગેંગ સાથે સાંઠગાંઠના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ મહિલા પોલીસ ઈન્સપેક્ટર ગીતા પઠાણે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. જે બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ જોઈએ તો, અમદાવાદના બહુ ચર્ચિત હની ટ્રેપ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઇ કાલે મહિલા પીએસઆઇ ગીતા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં હની ટ્રેપ કેસના માસ્ટર માઈન્ડ ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગીતા પઠાણે ગઇ મોડી રાત્રે સેનેટાઇઝર પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ સારવાર માટે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતિ પ્રમાણે ગીતી પઠાણ આ કેસની તપાસમાં સહયોગ આપતા ના હોવાની વાત પમ સામે આવી છે. હાલ તો તેમની સિવિલમાં સારવાર ચાલી રહી છે અને હાલત સ્થિર જણાવવામાં આવે છે. ઉલ્લેખનીય છએ કે થોડા સમય પહેલા ક્રાઇમ બ્રાંચે શહેરના વેપારીઓને ફસાવતી હની ટ્રેપ ગેંગના ત્રણ લોકની ધરપકડ કરી હતી. તેમની પુછરપરછમાં મહિલા પીઆઇ ગીતી પઠાણનું નામ સામે આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીતા પઠાણે ગઈકાલે મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસમાં રહેલુ સેનેટાઈઝર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને તાત્કાલીક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની હાલત સ્થિર જણાવાઈ છે.

આ પણ વાંચો – કાલે પાલનપુર આવતાં મુખ્યમંત્રી રૂપાણી ને ધારાસભ્ય મેવાણીએ પુછ્યાં વેધક સવાલ 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વેપારીઓને હનીટ્રેપમાં ફસાવનારી એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપિન પરમાર, ઉન્નતિ ઉર્ફે રાધિકા રાજપૂત, જાનવી ઉર્ફ જીનલ પઢિયાર સામેલ હતા. આ લોકોની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં આ કાંડમાં અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના PI ગીતા પઠાણની સાંઠગાંઠ સામે આવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુરુવારે રાજકોટથી ગીતા પઠાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, ગીતા પઠાણની ભૂતકાળમાં પણ લાંચ લેવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસનું કહેવું છે કે, ગીતા પઠાણ દ્વારા હનીટ્રેપમાં ફસાયેલા વેપારીઓને બોલાવીને સમાધાનના નામે તોડ કરવામાં આવતો હતો. વેપારીઓને ધમકી આપવામાં આવતી હતી કે, જો સમાધાન નહીં કરે, તો બળાત્કાર કે પોક્સો એક્ટમાં ફસાવી દેવામાં આવશે.

પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો હતો, જેમાં મહિલા PI ગીતા પઠાણનું નામ સામે આવ્યું હતું. ગીતા પઠાણ પર જે આરોપ લાગ્યા છે તે અનુસાર એક ગેંગ હની ટ્રેપ દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમની તેઓ મદદ કરતા હતા. આ કેસમાં પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું ત્યારથી તેઓ ફરાર હતા. પરંતુ હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યાં તેમણે આપઘાતનો પ્રયાસ કરતા આ કેસ વધારે ચર્ચિત બન્યો છે.

Leave a Reply

%d bloggers like this: