મહેમદાવાદના સુંઢા વણસોલ પ્રાથમિક શાળા અને ગામમાં કર્યુ વૃક્ષારોપણ, બાળકોને છોડ આપી ‘દોસ્ત ફાઉન્ડેશન’ વૃક્ષ પર પ્રોજેક્ટ આપ્યો

  • મહેમદાવાદના સુંઢા વણસોલ પ્રાથમિક શાળા અને ગામમાં કર્યુ વૃક્ષારોપણ, બાળકોને છોડ આપી ‘દોસ્ત ફાઉન્ડેશન’ વૃક્ષ પર પ્રોજેક્ટ આપ્યો
  • બાળકોને વૃક્ષો આપી તેની માવજત અને જાળવણી કરવી તેમજ વાલીઓ અને શિક્ષકો પાસેથી માર્ગદર્શન લઈ પ્રોજેકટ વર્ક તૈયાર કરવું. બી.આર.સી.કૉ.ઑ.શ્રી દીપકભાઈ સુથાર
  •  શાળાના વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ સાથે જોડી વૃક્ષોના મહત્વ વિશે પ્રોજેક્ટ કાર્ય અપાયું
  •  “વૃક્ષ મારા દોસ્ત” વિષય પર બાળકો કરશે પ્રોજેક્ટ કાર્ય

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વણસોલ સુંઢા ગામે જુદી રીતે જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અહીંયા આવેલ પ્રાથમિક શાળાના આચાર્યાશ્રી મુક્તાબેન ચૌહાણ એ શાળા અને ગામમાં અભ્યાસુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં 15 બાળકોના ઘરે પહોંચી આ આચાર્યાશ્રી એ વિવિધ જાતીના રોપા આપ્યા છે અને જેનું આપણાં જીવનમાં શું મહત્વ રહેલું છે તે વિષય પર બાળકોને પ્રોજેક્ટ આપી વૃક્ષ કેળવવા માટે પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. આમ “વૃક્ષ સે દોસ્તી” નો અનોખા પ્રોજેક્ટનો આરંભ કરાયો છે.

Dost Foundation

મહેમદાવાદ તાલુકાના વણસોલ સુંઢા ગામ ખાતેની પ્રાથમિક શાળામાં અનોખી રીતે વૃક્ષારોપણ કરી વૃક્ષો કેળવાય તે દિશામાં જાગૃતી લાવી છે. જે ખરેખર ખુબજ પ્રશંસનીય છે. આ શાળા દ્વારા દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી “વૃક્ષ મારા દોસ્ત” વિષય પર અનોખી રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં આચાર્ય અને શાળાના શિક્ષકો ગામમાં વસવાટ કરતાં વિવિધ સમુદાયના લોકો વચ્ચે જઈને વિદ્યાર્થીઓને ઘરે જઈ વૃક્ષોના રોપા આપ્યા છે. આ સાથે વૃક્ષોને રોપવામાં પણ આવ્યા છે. તો આ વાત આટલેથી અટકતી નહી પરંતુ આ શાળાના બાળકે તેણે રોપેલા છોડનું શુ મહત્વ રહેલું છે અને તેની ઉપયોગીતા વિશેનો પ્રોજેક્ટ પણ આચાર્ય એ બાળકોને આપ્યો છે. જેથી વિદ્યાર્થીઓ મન દઈને છોડને ઉછેર કરે અને તેનું આપણાં જીવનમાં શુ મૂલ્ય રહેલું છે તે સમજાવવા પ્રયાસ કર્યો છે. લીમડો, જામફળ, તુલસી, અરડૂસી, એલોવીરા, કરેણ જેવા અનેક 20 જેટલા છોડને રોપવામાં આવ્યા છે. શાળા પરિવાર દ્વારા શેરી શિક્ષણ કાર્ય સાથે જોડી વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્વ સમજાવતા કેટલાક સવાલો પર પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવ્યું જેમાં, બાળકો તેમના માતા પિતા અને વાલીઓ તેમજ શિક્ષકોની મદદ લઇ પ્રોજેક્ટ કાર્ય કરે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ છોડ એ બાળક સમાન છે એના ઉછેર પહેલાં એનું મરણ ન થાય એની તકેદારી રાખવી તેનું એક બાળકની જેમ જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.

 

ઉપરોક્ત પ્રોજેક્ટ વિશે જોઈએ તો બાળકને વૃક્ષો પ્રત્યે જાણકારી મળે અને તે છોડનો ઉછેર કરે તે હેતુથી એક ફાઈલ આપવામાં આવી છે. જેમાં તેણે રોપેલા છોડ અને તેના વિશે તથા અન્ય વૃક્ષ વિશેના લગભગ 5 સવાલો દર્શાવવામાં આવ્યા છે જેની માહિતી મેળવી 15 દિવસમાં શાળામાં આ ફાઈલને જમા કરાવવાની રહેશે. આમ આ પ્રોજેક્ટ એક સિક્કાની બે બાજુ કામ કરી રહ્યો છે. બાળકો વૃક્ષોનું જતન કરતાં શીખશે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ વૃક્ષો પ્રત્યે માહિતગાર બનશે અને તેમના મૂલ્યાંકન સંદર્ભે બૌદ્ધિક વિકાસ થશે.

આ પ્રસંગે હાજર રહેનાર.
1. વણસોલ સુંઢા પ્રાથમિક શાળાના આચાર્યા શ્રી મુક્તાબેન ચૌહાણ
2.મહેમદાવાદ તાલુકાના બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી દિપક ભાઈ સુથાર
3.સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી જયંતિભાઈ વણકર
4.વણસોલ સુંઢા ગામના સરપંચ શ્રી રજનીકાબેન
5. ગામના આગેવાન શ્રી હરીશભાઈ ચૌહાણ
6.મહેમદાવાદ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મોહનભાઈ ચૌહાણ
7. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કૉચ રાજદીપ ચૌહાણ
8.વણસોલ સુંઢા પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ
9.દોસ્ત ફાઉન્ડેશનના અનિલ રોહિત, નેલ્સન પરમાર અને જલ્પેશ સોલંકી

કાર્યક્રમનું સંચાલન કરનાર સંજયકુમાર સચદેવ શિક્ષકશ્રી
વણસોલ સુંઢા પ્રાથમિક શાળા
તાલુકો :મહેમદાવાદ
જિલ્લો :ખેડા

Leave a Reply

%d bloggers like this: